Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

પોલીસ અધિકારીઓનું સન્માન

રાજકોટઃ તાજેતરમાં અહિંના શિવ જવેલર્સ (પેડક રોડ  ચંપકનગર સોસાયટી)  ખાતે બંધુકધારી ત્રણ વ્યકિતએ અંદાજે ૮૫ લાખની લુંટ ચલાવી હતી. આ ઘટનામાં પોલીસે તુરંત પગલા લઈ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજકોટ સિલ્વર મેન્યુફેકચર એસો. દ્વારા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, બી ડીવીઝનના પી.આઈ.એમ.બી. આસુરા તેમજ ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓનું સુરક્ષા સંદેશના બિરૂદથી સન્માનીત કરવામાં આવેલ છે. આ તકે રાજકોટ સિલ્વર મેન્યુફેકચર એસોસિયેશના આગેવાનો અનીલભાઈ તલાવીયા, અલ્પેશભાઈ લુણાગરિયા, શૈલેષભાઈ લુણાગરિયા, હરેશભાઈ ગઢીયા, મનીષભાઈ અંટાળા, કમલેશભાઈ ગધાત્રા તથા રાજુભાઈ, ચંદુભાઈ, શૈલેષભાઈ, કમલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

(3:54 pm IST)