Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

લોકડાઉનમાં ૧૮મી સુધી સહયોગ પણ હવે લંબાવતા નહીઃ ૧૯મીથી અમે બજાર ખોલશું: વેપારીઓની ચિમકી

રાજકોટઃ શહેરમાં કોરોના સંક્રમણ અત્યંત ગંભીર હતું તે વખતે વેપારીઓ સામેથી લોકડાઉનની માંગણી કરતા હતા તેજ વેપારીઓ હવે આ મીની લોકડાઉનથી અકડાયા છે. સરકારે ૧૮ મી મે સુધી લોકડાઉન લંબાવ્યું છે તેમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી શહેરના ગુંદાવાડી ઓલમરચન્ટ એસો.એ આપી છે સાથોસાથ એમ પણ જાહેર કર્યું છે કે હવે આ લોકડાઉનની મુદત લંબાવાશે તો તેમાં હવે સહયોગ નહી આપી શકે અને ૧૯ મીથી મેથી તમામ વેપારીઓ દુકાન ખોલી નાંખશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:10 pm IST)