Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સદર ઈદગાહમાં ઈદની નમાઝ નહી પઢાય

મુસ્લિમ બિરાદરો પોતાના ઘરમાં જ નમાઝ અદા કરશેઃ પોલીસ અધિકારીઓ સાથેની મીટીંગમાં લેવાયેલો નિર્ણય

રાજકોટઃ કોરોનાની મહામારીના કારણે સદર ઈદગાહમાં ઈદની નમાજ પઢાશે નહીં. તેમ હબીબભાઈ કટારીયાની યાદીમાં જણાવાયું છે.

તેઓએ જણાવેલ કે આગામી રમઝાન ઈદના તહેવાર નિમિતે પ્ર.નગર પો.સ્ટે.ખાતે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૨ શ્રી મનોહરસિંહ જાડેજા, એસીપીશ્રી પશ્ચિમ વિભાગ પી.કે.દીયોરા, પ્ર.નગર પીઆઈશ્રી એલ.એલ.ચાવડા, પીએસઆઈશ્રી બોરીસાગર માર્ગદર્શન મુજબ સદર જુમ્મા મસ્જીદના પેશઈમામ હાજી અકરમબાપુ, સદર જુમ્મા મસ્જીદ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ દલવાણી, ઉપપ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા, ઈમરાનભાઈ શેખ, મહેબુબભાઈ બેલીમ, અજીતભાઈ જુણેજા, આસીફભાઈ બેલીમ, સાજીદભાઈ ખોખર, યુસુફભાઈ મકરાણી, યાસીનભાઈ શેખ, ઈરફાનભાઈ ઠેબા, મુરાદભાઈ દલવાણી વિગેરેની હાજરીમાં મુસ્લિમ સમુદાયના આગેવાનોની મીટીંગ બોલાવેલ હતી. જેમાં સદર વિસ્તારમાં આવેલ ભીલવાસ ચોક, ભારત બેકરી સામે આવેલ ''ઈદગાહ મસ્જીદ'' માં મુસ્લિમ બિરાદરોને ઈદની નમાજ અદા ન કરવા તેમજ આ તહેવાર નિમિતે રમઝાન ઈદની નમાજ પોતાના ઘરેથી અદા કરવા સુચના આપવામાં આવેલ. તેમજ ભારત સરકારશ્રીએ જાહેર કરેલ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સુચના આપવામાં આવેલ હતી. તેમ યાદીના અંતમાં  જણાવાયું છે.

(3:09 pm IST)