Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

ધોરણ ૬ થી અનુસ્નાતક કક્ષા સુધીની શિષ્યવૃતિઃ વિમેન એન્જીનીયર માટે ગૌરવવંતો એવોર્ડ

ધો. ૬થી અનુસ્નાતક કક્ષા, ડીગ્રી, ડીપ્લોમાં (પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ સહિત)ના શિક્ષણ માટે સ્કોલરશીપ - એન્જીનીયરીંગ તથા ટેકનોલોજી ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહિલા માટે રોકડ પુરસ્કાર-પ્રશસ્તિ પત્ર

રાજકોટ તા. ૧ર :.. દિવસે - દિવસે શિક્ષણની વિવિધ ક્ષિતિજો ખૂલતી જાય છે તેમ તેમ આજના યુવાધન માટે પોતાની કારકિર્દી બનાવવા માટેના સ્કોપ પણ વધતા જાય છે. હાલમાં વિવિધ ક્ષેત્રે શિક્ષણ મેળવવા માટે સ્કોલરશીપ પણ મળી રહી છે. એન્જીનીયરીંગ તથા ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓ માટે ગૌરવવંતો એવોર્ડ પણ રાહ જોઇ રહ્યો છે. આ તમામ ઉપર એક નજર કરીએ તો...

 INAI  વિમેન એન્જીનીયર ઓફ ધ યર એવોર્ડ ર૦ર૧ અંતર્ગત ઇન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જીનીયરીંગ-INAI ૪૦ થી ૬૦ વર્ષ વચ્ચેના વિમેન એન્જીનીયર્સને એવોર્ડ આપવા માટે અરજી મંગાવે છે. આ એવોર્ડનો હેતુ એન્જીનીયરીંગ અને ટેકનોલોજીના કોઇપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર મહિલા એન્જીનીયર્સને ઓળખવાનો અને સન્માનિત કરવાનો છે, સાથે - સાથે પુરસ્કૃત મહિલાઓ એન્જીનીયરીંગ ક્ષેત્રે રોલ મોડલ પણ બની શકે.

-અરજી કરવા માટેની પાત્રતા

૪૦ થી ૬૦ વર્ષની ઉંમર ધરાવતા ભારતીય મહિલાઓમાંથી એક મહિલાને આ એવોર્ડ આપવામાં આવશે. નામાંકીત વ્યકિતને INAI  ફેલો હોવાની જરૂર રહેશે નહીં. જો નામાંકીત વ્યકિત INAI ફેલો હોય, તો તેઓ ઇનામના વર્ષ દરમ્યાન  ગવર્નિંગ કાઉન્સીલના સભ્ય ન હોવા જોઇએ. પસંદ થનારને બે લાખ રૂપિયા અને એક પ્રશસ્તી પત્ર અપાશે. તા. ૧પ-પ-ર૦ર૧ સુધીમાં સ્પીડ પોસ્ટ સહિત માત્ર પોસ્ટ ઓફીસ મારફતે અરજી કરી શકાય છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/NWA4

 નેશનલ સ્કોલરશીપ સ્કીમ (સક્ષમ) HRDM ર૦ર૧ અંતર્ગત હયુમન રીસોર્સ એન્ડ ડેવલપમેન્ટ મિશન માટે ધોરણ ૧૦, ૧ર, ગ્રેજયુએશન, પોસ્ટ ગ્રેજયુએશન, કોઇપણ ડીગ્રી અથવા ડીપ્લોમા ધારકો (ધોરણ ૧૦ અથવા તેથી વધુ કોઇપણ ડીગ્રી ધારકો) અને ૧૬ થી ૪૦ વર્ષ સુધીની ઉમર ધરાવતા ઉમેદવારો તારીખ ૧પ-પ-ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

ડીજીટલ ઇન્ડિયા સંદર્ભે એક ડગલું પહેલ કરવાની દિશામાં આ ઓનલાઇન પરીક્ષા પરિણામોના પ્રોસેસિંગ ટાઇમને ઓછો કરે છે તથા હોનહાર વિદ્યાર્થીઓને ઝડપથી સ્કોલરશીપ આપવામાં મદદ કરે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને ૬ હજાર રૂપિયા સુધી શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની પાત્રતા

 ૧૬ થી ૪૦ વર્ષની ઉમર ધરાવતા અને ધોરણ ૧૦ પાસ થઇ ને ત્યારપછીની ધોરણ ૧ર, ગ્રેજયુએટ, પોસ્ટ  ગ્રેજયુએશન, ડીગ્રી-ડીપ્લોમાં જેવી કોઇપણ ડીગ્રી ધરાવતા ઉમેદવારો અરજીપાત્ર છે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/SSH8

 HDFC  બેન્ક પરિવર્તન્સ સ્કોલરશીપ ર૦ર૧-રર અંતર્ગત HDFC  બેન્ક ધોરણ ૬ થી લઇને અનુસ્નાતક કક્ષા સુધીના અભ્યાસ માટે સમાજના વંચિત વર્ગોના તેજસ્વી અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપે છે. અથવા તો આ સ્કોલરશીપ મેરીટ કમ મીન્સ કે પછી પરિવારની આર્થિક જરૂરીયાતના આધારે અપાશે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય નાગરિકોના પરિવારની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયા કે તેથી ઓછી હોય અને જેઓ ધોરણ ૬ થી ૧ર વચ્ચે કે પછી ડીપ્લોમાં, ગ્રેજયુએશન અથવા પોસ્ટ ગ્રેજયુએશન (પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ સહિત) માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ તા. ૩૧-૭-ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને ૭પ હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે.

મેરીટ કમ મીન્સ આધારીત સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓ પોતાની છેલ્લી શૈક્ષણીક યોગ્યતા પરીક્ષામાં લઘુતમ પપ ટકા સાથે પાસ થયેલા હોવા જોઇએ. જો કે નીડ બેઝડ સ્કોલરશીપ એ વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ છેલ્લા ત્રણ વર્ષો દરમયાન કોઇક ઘટનાને કારણે વ્યકિતગત કે પછી પારિવારિક સંકટનો સામનો કરી રહ્યા હોય. આ કારણથી તેઓ ભણવાનો ખર્ચ ન ઉઠાવી શકતા હોય અને ભણતર વચ્ચેથી મૂકાય જવાનો ભય હોય.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/HECA

ઉચ્ચ શિક્ષણ સાથે ઉજ્જવળ કારકીર્દી બનાવવાની તથા લાખેણો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવાની તક આવી છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. ઓલ ધ બેસ્ટ.

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(3:01 pm IST)