Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કર્ફયુ અને મીની લોકડાઉન ૧૮ સુધી લંબાતા રાજકોટ એસટીના ૩૦૦ બસ રૂટ ૧૮ મે સુધી બંધ રહેશે : હાલ ૯ ડેપોના ૨૦૦ રૂટ જ કાર્યરત

લાંબા અંતરની તમામ બસો બંધ : અમદાવાદ - સુરત - અમદાવાદ બાજુ અમુક બસો જ દોડે છે : ગામડાની ૬૦% બસો બંધ

રાજકોટ, તા. ૧૩ : રાજય સરકારે કર્ફયુના નિયમ અને મીની લોકડાઉન તા.૧૮ સુધી યથાવત રાખતા રાજકોટ એસટીએ ગઈકાલે રાત્રે મહત્વનો નિર્ણય લઈ એસટી બસ સ્ટોપ સહિત ડિવીઝનની ૩૦૦ બસ રૂટને ૧૮ મે સુધી બંધ રાખવા નિર્ણય લીધો છે.

હાલ કુલ ૯ ડેપોના ૫૦૦ રૂટમાંથી ૨૦૦ રૂટ જ કાર્યરત છે. ૬૦%થી વધુ ગ્રામ્ય વિસ્તાર પણ બંધ કરાયા છે. અમદાવાદ, સુરત, વડોદરાની અમુક જ બસ જાય છે. શ્રીનાથજી, નાથદ્વારા તથા નાસીકના લાંબા રૂટની બધી બસો બંધ છે.

રાજકોટ એસટીને કોરોનાને કારણે છેલ્લા એક મહિનાથી ટ્રાફીકમાં ભારે ઘટાડો નોંધાતા મુસાફરો આવતા ન હોય રોજીંદી આવકમાં ૭૦%નું ગાબડુ પડ્યુ છે. હાલ રાજકોટ એસટી ડેપોની રોજની આવક ૨ લાખ અને ડીવીઝનની માંડ ૧૨ થી ૧૪ લાખની આવક થાય છે.

(2:56 pm IST)