Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

માસ્ક વગર બે, માસ્ક ઉતારી ધુમ્રપાન કરતાં ત્રણને તાલુકા પોલીસે પકડ્યા

રાજકોટઃ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ અટકે તે માટે શહેરની તમામ પોલીસ જાહેરનામાનો કડક અમલ કરાવે છે. તાલુકા પોલીસે એવા બે શખ્સોને માસ્ક વગર અને ત્રણને માસ્ક ઉતારી ધુમ્રપાન કરતાં પકડી લીધા હતાં. જાહેરનામાનો ભંગ કરતાં પકડાયેલા શખ્સોમાં અંકિત જેન્તીભાઇ પરમાર (ઉ.૨૪ -રહે ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.-૧૪ કવાર્ટર નં ૪૨૦ ગાંધીગ્રામ સ્ટલીંગ હોસ્પીટલની પાછળ), હિતેષ હરીભાઇ મકવાણા (ઉ.૩૨ રહે. 'હરી ઇચ્છા', લક્ષ્મીનો ઢોળો કાલાવડ રોડ),  વિજય જગદીશભાઇ ચૌહાણ (ઉ.૨૫ રહે. કાલાવડ રોડ મોટા મોવા ગરબી ચોક), મહેશ સંજયભાઇ કુબાવત (ઉ.૨૨ રહે. સત્ય સાંઇ મેઇન રોડ બાલાજી રેસ્ટોરન્ટની સામે, સદગુરૂ પંચર પાસે) તથા અસરફ હુસેનભાઇ મુલતાની (ઉ.૨૮ રહે. મોટા વડાળા તા.કાલાવડ)નો સમાવેશ થાય છે.આ કામગીરી પોલીસ ઇન્સ. જે.વી.ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર , એએસઆઇ આર.બી.જાડેજા, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, મોહસીનખાન મલેક, કોન્સ. હરસુખભાઇ સબાડ, હર્ષરાજસિંહ જાડેજા તથા ધર્મરાજસિંહ રાણા સહિતે કરી ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં કરી હતી.

(12:51 pm IST)