Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

જુના કુવાડવા પોલીસ સ્ટેશન સામે ગેરેજે કાર લેવા ગયેલા ફેનીલ મારૂ પર પાઇપથી હૂમલો

મનસુખ ઉમરાણીયા અને પુત્ર રજની ઉમરાણીયા સામે ગુનો

રાજકોટ : યુનિવર્સિટી રોડ પર કૈલાશ પાર્ક શેરી નં.૭માં રહેતો ફેનીલ અમૃતલાલ મારૂ (ઉ.વ.૩૦)ની બંધ પડેલી જગુઆર કાર જૂના કુવાડવા પોલીસ સ્ટેશન સામે ગેરેજમાં પડેલ હોઇ તેથી તે ગઇકાલે પોતાની કાર લેવા જતા ગેરેજ માલીક મનસુખ ઉમરાણીયા અને તેનો પુત્ર રજની મનસુખ ઉમરાણીએ ફેનીલને તારે અમારા ગેરેજ આવવું નહીં કહી ગાળો આપી પથ્થરનો છુટો ઘા કરી માથાના ભાગે ઇજા કરી હતી અને રજનીએ લોખંડના પાઇપ વડે માર મારતા માથા તથા હાથમાં ઇજા થઇ હતી. આ અંગે ફેનીલ મારૂએ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ યુ.બી. પવારે તપાસ હાથ ધરી છે.

(1:46 pm IST)