Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

શિવમ પાર્કમાં યુવાનનું અને શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં વૃદ્ધનું બેભાન હાલતમાં મોત

રાજકોટ : માંડા ડુંગર પાસે શિવમ પાર્ક શેરી નં.૨માં રહેતા મહેશભાઇ તળસીભાઇ ખોરાણી (ઉ.વ. ૩૦) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા ૧૦૮ના તબીબે તપાસ કરતા તેનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને  જાણ કરવામાં આવતા આજી ડેમ પોલીસ મથકના એ.એસ.આઇ. પંકજભાઇ દીક્ષીતે કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા બનાવમાં કિડવાઇનગર-૨માં માધવ રેસીડેન્સીમાં રહેતા કિશોરભાઇ હરજીભાઇ ધોળકીયા (ઉ.વ. ૬૧) ગઇકાલે નિર્મલા સ્કૂલ રોડ ઉપર ફાયરબ્રિગેડ પાછળ શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં પોતાના શેઠના ઘરે અગાશી પર ુતા હતા ત્યારે અચાનક તેમની તબીયત બગડતા બેભાન જઇ જતા બેભાન હાલતમાં ૧૦૮ મારફતે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.ડી. વાળાએ તનપાસ આદરી છે.

(1:45 pm IST)