Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

રાજકોટ એસઓજીએ ૨ તમંચા અને ૩ પીસ્તોલ સાથે આદિવાસી શખ્સને પકડયોઃ આર.કે.જાડેજા, ચેતનસિંહ અને કૃપાલસિંહની બાતમી

રાજકોટઃ રાજકોટ એસઓજીએ ૨ તમંચા અને ૩ પીસ્તોલ સાથે એક આદિવાસી શખ્સને પકડી પાડેલ છે.

રાજકોટ શહેરના મહે.પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા સંયુકત પોલીસ કમિશ્નર ડી.એસ.ભટ્ટની સુચના તથા જયદિપસિંહ સરવૈયા મદદનીશ પોલીસ કમિશ્નર સા.ક્રાઇમ નાઓની રાહબરી તથા ડી.સી.બી. પો.ઇન્સ. એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. ઓ.પી.સીસોદીયા ગે.કા. હથીયાર તથા ગે.કા. પ્રવૃતી કરતા ઇસમોને પકડી પાડવા માટે તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાથેના હે.કો.આર.કે.જાડેજા તથા પો.કોન્સ.ક્રિપાલસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. ચેતનસિંહ ગોહિલને મળેલ ખાનગી હકિકત આધારે ગોંડલ રોડ ચોકડી ક્રિષ્ના પાર્ક હોટલની સામે રોડની બીજી બાજુ સર્વીસ રોડ ઉપર રાજકોટ ખાતેથી લખો કાળુભાઇ બામણીયા જાતે આદીવાસી ઉ.વ.૩૫ ધંધો મંજુરી રહે. ગામ સેજાવાડા તા.ભાભરા જી.જાબવા (એમ.પી.)વાળાને કોઇ જાતના પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા ગે.કા.દેશી બનાવટની પીસ્તોલ નંગ-૨ ની કી.રૂ.૨૦,૦૦૦ તથા દેશી બનાવટના તમંચા નંગ ત્રણની કિ.રૂ.૧૫૦૦૦ તથા બાર બોરના કાર્ટીસ નંગ ૭ કિ.રૂ.૭૦૦ તથા પીત્તળના નાના કાર્ટીસ નંગ ૩ કિ.રૂ. બાર બોરના કાર્ટીસ નંગ ૭ કિ.રૂ.૭૦૦ તથા પીત્તળના નાના કાર્ટીસ નંગ ૩ કિ.રૂ.૩૦૦ તથા કાળા કલરના થેલાની કિ.૦૦,૦૦ ગણી કુલ રૂ.૩૬૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. અને પો.હેડ કોન્સ. મોહિતસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપેલ છે.

આ કામગીરીની મદદમાં સ્ટાફના પો.સ.ઇ. એચ.એમ.રાણા તથા ધર્મેન્દ્રસિંહ રાણા તથા પો.કોન્સ અનીલસિંહ ગોહિલ તથા વિજેન્દ્રસિંહ ઝાલા તથા ગીરીરાજસિંહ જાડેજા તથા નિર્મળસિંહ ઝાલા તથા જયવિરભાઇ ગઢવી રહ્યા હતા.  

(7:17 pm IST)