Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ખાનગી શાળાઓની ફી નિર્ધારણ ગતિમાં :વેરાવળની આદિત્ય બીરલા સ્કૂલની ફીમાં ૩૩ હજારનો ઘટાડો

સોૈરાષ્ટ્ર ઝોન દ્વારા વધુ પાંચ શાળાઓની ફિનું નિર્ધારણ થયું

રાજકોટ તા.૧૨: રાજકોટ ઝોન ફીઙ્ગ નિયમન સમિતિની કામગીરી ઉનાળાનાં વેકેશનમાં પણ પુરજોશમાં થઇ રહેલ છે. આજદિન સુધીમાં કુલ સત્તાવીસ શાળાઓની દરખાસ્ત સ્તરની સુનાવણી બાદ ફી નું નિર્ધારણ થઇ ગયેલ છે. આદિત્ય બિરલા ગ્રુપની વેરાવળ ખાતેની આદિત્ય બિરલા પબ્લીક સ્કુલ દ્વારા પ્રિ- પ્રાયમરી થી ધોરણ ૧૨ સાયન્સ અને કોમર્સ પ્રવાહ સુધીની ફી ની દરખાસ્ત કરવામાં આવેલ . જેમાં વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂ. ૨૭૩૫૦/ થી રૂ. ૬૯૧૧૦/- સુધીની ધોરણ ૧૧-૧૨ ના વિજ્ઞાન પ્રવાહ માટે માંગવામાં આવેલ. ફી નિયમન સમિતિ દ્વારા પ્રિ-પ્રાયમરી ની રૂ. ૨૧૯૫૫/- થી ધોરણ ૧૧-૧૨ સાયન્સની રૂ. ૩૩૯૪૫/- સુધીની ફી મંજુર કરવામાં આવેલ. આમ સૂચિત ફીમાં રૂ. ૬૦૦૦/અ થી ૩૩૦૦૦/- સુધીનો ઘટાડો કરવામાં આવેલ છે.

ઉપરાંત ભાવનગરની નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અંગ્રેજી માધ્યમની ધોરણ ૧ થી ૧૨ સુધીની સૂચિત ફીમાં રૂ. ૨૦૦૦/- થી રૂ. ૩૫૦૦ સુધીનો ઘટાડો કરી ફી મંજુર કરવામાં આવેલ છે. ભાવનગરની જ ડો. વિરભદ્રસિંહજી ઉચ્ચતર માધ્યમિક શાળાની સુચિત ફી રૂ. ૨૩૬૦૦/- ને ઘટાડીને વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂ. ૧૦૦૦૦/- ની ફી મંજુરી કરવામાં આવેલ છે. રાજકોટ ની ઇમ્યુનલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શાળાની પ્રિ-પ્રાયમરીની રૂ. ૯૦૦૦/- થી ધોરણ ૧૦ની રૂ. ૨૦૦૦૦/અ જેટલી ફી મંજુર કરવામાં આવેલ છે. અમરેલી જીલ્લાની વંડા કેળવણી મંડળ સંચાલિત વિવેકાનંદ પ્રાયમરી સ્કુલની ફી સરકારશ્રીની ફીથી ખુબ જ ઓછી હોય રૂ. ૧૫૦૦ થી રૂ. ૨૯૦૦/- વચ્ચે મંજુર કરવામાં આવેલ છે.(૧.૨૨)

 

(4:23 pm IST)