Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

રાષ્ટ્રીય ફોટોગ્રાફી હેરીટેઈજ આર્કિટેકચરમાં વિજેતા

રાજકોટઃ લલિત કલા અકાદમી- અમદાવાદ દ્વારા આયોજીત ૨૧મી રાષ્ટ્રીય ફોટોગ્રાફી સ્પર્ધા હેરીટેજ આર્કિટકચર ઓફ ઈન્ડિયા વિષયમાં રાજકોટનાં જયેશ નવિનચંદ્ર શાહ (સોની) (મો.૯૪૨૮૦ ૩૯૮૮૩)ને બ્લેક એન્ડ વ્હાઈટ કોગરીમાં ૧૦હજારનું પ્રથમ પારિતોષીક સુપ્રસિધ્ધ ફોટોગ્રાફર પદ્મશ્રી ઝવેરીલાલ મેહેતાના હસ્તે તેમજ કલર કેટેગરીમાં ૧૦ હજારનું આશ્વાસન ઈનામ સેક્રટરી ડો.અશોક રાવલનાં હસ્તે રવિશંકર રાવલ કલા ભવન  અમદાવાદ ખાતે એનાયત થયેલ. આ ઉપરાંત તેમની એક કૃતિ પ્રદર્શન માટે પણ પસંદગી પામી હતી. તેમજ રાજકોટનાં આઈ.ડી.વ્યાસને પણ આશ્વાસન ઈનામ પ્રાપ્ત થયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.(૩૦.૧૦)

(4:21 pm IST)