Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

રેસકોર્ષમાં હસ્તકલા મેળોઃ અવનવી વસ્તુઓ જોવા-ખરીદવાનો લહાવો

રાજકોટ : ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ હેઠળના  ઇન્ડેક્ષ સી દ્વારા રેસકોર્ષ મેદાનમાં ફનવર્લ્ડની બાજુમાં (પ્રવેશ દ્વાર હેડકવાર્ર્ટર ચોકડી) તા ૧૧ થી ૨૦ સુધી રાષ્ટ્રીય હસ્તકલા મેળો યોજેમયેલ છે જેનું ઉદ્ઘાટન ગઇકાલે પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે થયેલ. આ પ્રસંગે કુટીર ઉદ્યોગ મંત્રી જયેશ રાદડીયા, મેયર ડો જૈમન ઉપાધ્યાય વગેરે ઉપસિથત રહ્યા હતા. ઇન્ડેક્ષ સી વતી કાર્યવાહક નિયામક પી.જી. પટેલ અને સિનીયર અધિકારી ડો સ્નેહલ મકવાણાએ સર્વેને આવકાર્યા હતા મેળા માં ગુજરાતના અને બહારના રાજયના કલાકારો એ બનાવેલી વસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે મુકાયેલ છે. આખો દિવસ મેળો ચાલુ રહેશે. પ્રવેશ અને પાર્કીગની વ્યવસ્થા વિના મૂલયે છે.

(3:54 pm IST)