Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

તંત્ર કાગનો 'વાઘ' નહી 'બકરી'!!

વોર્ડ નં. ૧૮માં બે વર્ષમાં ૧૪માંથી ૬ ગેરકાયદે બાંધકામો જ દુર!!

કોર્પોરેશનના જનરલ બોર્ડમાં રજૂ થયેલ પ્રશ્નના લેખીત જવાબમાં તંત્ર ઢિલુઢફ હોવાનું ફલિતઃ આવાસ યોજનાના ફલેટોમાં છેલ્લા છ મહિનાથી ગેરકાયદે વસવાટના કોઇ કિસ્સા પકડાયા નથી!!: કોર્પોરેટરો વર્ષાબેન રાણપરા - મેનાબેન જાદવના પ્રશ્નોનો લેખિત જવાબ આપતુ તંત્ર

રાજકોટ,તા.૧૨: દર બે મહિને મળતા મ્યુનિ.કોર્પોરેશનનાં ગત જનરલ બોર્ડમાં સભ્યોએ રજૂ કરેલ પ્રશ્નોનાં લેખિત જવાબમાં તંત્ર ઢિલુ ઢફ હોવાનું ફલીત થયુ હતુ.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ૧૯ એપ્રિલે મળેલ મ્યુનિ.કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં વોર્ડ નં.૧૮નાં કોંગી કોર્પોરેટર મેનાબેન જાદવ દ્વારા શહેરમાં છેલ્લા ૨ વર્ષ દરમ્યાન ગેરકાયદેસર દબાણ અંગે સભ્યો તરફથી કેટલી ફરીયાદ કરવામાં આવી? વોર્ડ નં.૧૮માં છેલ્લા બે વર્ષ દરમ્યાન મ્યુનિ.કોર્પોરેશનની ટી.પી શાખા દ્વારા કેટલા ગેરકાયદે બાંધકામો દુર કરવામાં આવ્યા ? સહિતનાં વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

તંત્ર દ્વારા પ્રશ્નોનાં જવાબમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા ૨ વર્ષમાં ૨૫ કોર્પોરેટરોએ ગેરકાયદે દબાણ અંગેની ફરીયાદ કરી હતી. આ ફરીયાદ પરત્વે તંત્ર દ્વારા નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જયારે વોર્ડ નં.૧૮માં છેલ્લા ૨ વર્ષ દરમ્યાન કોર્પોરેશનની ટી.પી શાખા  દ્વારા બીપીએમસી એકટ મુજબ ૨૬૦(૧) અન્વયે કુલ ૧૭૧ આસામીઓને નોટીસ પાઠવામાં આવી તેમજ ૨૬૦(૨) અન્વયે કુલ ૧૪ ગેરકાયદે બાંધકામો દુર કરવાનાં હુકમો કરવામાં આવ્યા હતા. જે પૈકી ૬ બાંધકામો દુર કરવામાં આવ્યા હતા.

આવાસ યોજનમાં ચેકીંગ

આ ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં શહરેનાં વોર્ડ નં.૧૪નાં ભાજપનાં કોર્પોરેટર વર્ષબેન રાણપરાએ  કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં આવાસો માંથી છેલ્લા ૬ માસમાં ગેરકાયદે વસવાટ કરતા હોય તેવા કેટલા લોકો પકડાયા   સહિતનાં પ્રશ્નો રજૂ કર્યા હતા. તંત્રએ જવાબમાં જણાવ્યુ હતુ.આવાસ યોજનાના ફલેટોમાં છેલ્લા છ મહિનાથી ગેરકાયદે વસવાટના કોઇ કિસ્સા પકડાયા નથી!! (૨૮.૪)

(3:45 pm IST)