Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

લક્ષ્મીવાડીના ભરવાડ યુવાન ઉપરના હુમલા કેસમાં પકડાયેલ આરોપીઓના જામીન મંજૂર

રાજકોટ, તા. ૧ર : અત્રે લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા ભરવાડ યુવાન આનંદ ધનાભાઇ ડાભીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩રપ, ૩ર૩, ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એકટ ૧૩પ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી જે અન્વયે પોલીસ દ્વારા આ કામના આરોપીઓ (૧) મહેશ સુરાભાઇ સભાડ, (ર) ગોપાલભાઇ રેવાભાઇ પરમાર (૩) દાનુ ભોજાભાઇ શીયાળીયા, (૪) સંજય વાલજીભાઇ સાકરીયા (પ) કાનાભાઇ વજુભાઇ સભાડ (૬) યશ રમેશભાઇ કેલવાણીની ઉપરોકત ગુન્હાના કામ સબબ રાજકોટ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. જેઓને કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી આનંદ ધનાભાઇ ડાભીને અગાઉ થયેલી માથાકુટ અંગે જે ફરીયાદ કરેલ હતી તે અન્વયે સમાધાન કરી લેવા માટે હાલના આરોપીઓ દબાણ કરતા હોય જેથી પોતે સમાધાન કરવા તૈયાર ન હોય જેથી ગત તા. ર૮-૪-ર૦૧૮ના રોજ આ કામના આરોપીઓએ મીલાપીપણું કરી ગેરકાયદેસર મંડળી રચી ધારીયુ અને લાકડી જેવા હથીયારો ધારણ કરી આ કામના ફરીયાદી તેમજ તેના પિતા ઉપર રાત્રીના સમયે હુમલો કરતા પોતાને તેમજ તેના પિતાને ગંભીર ઇજાઓ થતા સીવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં તેણે ઉપરોકત આરોપીઓ સામે આઇ.પી.સી.ની ઉપરોકત કલમ હેઠળ ફરીયાદ આપેલ જે અન્વયે પોલીસ દ્વારા ઉપરોકત આરોપીઓને ધરપકડ કરી તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા તમામ આરોપીઓ વતી પોતાના એડવોકેટ મારફત જામીન પર છૂટવા જામીન અરજી ગુજારેલ જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ કરેલ દલીલ અને રજુ રાખેલ વડી અદાલતના ચૂકાદાઓને ધ્યાનમાં રાખી જયુડી મેજીસ્ટ્રેટ બી.આર. રાજપુતે તમામ આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામે તમામ આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, જાહીદ એન. હિંગોરા તથા રણજીત બી. મકવાણા રોકાયેલા હતાં.(૮.૧૮)

(3:40 pm IST)