Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ગોંડલ રોડ ચોકડી પાસે અજાણ્યા વાહનની ઠોકરે પનુભાઈ સોલંકીનું મોત

રાજકોટ, તા. ૧૨ :. કોઠારિયા સોલવન્ટ પાસે કારખાનેથી છૂટી ચાલીને ઘરે જઈ રહેલા વૃદ્ધ સિકયુરીટીમેનને ગોંડલ ચોકડી પાસે ટ્રકે હડફેટે લેતા મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ ગુરૂપ્રસાદ ચોક ભોલેનાથ સોસાયટી શેરી નં. ૪ માં રહેતા અને કોઠારિયા સોલવન્ટ પાસે રિદ્ધિ સિદ્ધિ કારખાનામાં સિકયુરીટીમેન તરીકે નોકરી કરતા પનુભાઈ પોપટભાઈ સોલંકી (ઉ.વ.૬૦) (દેવીપૂજક) ગત તા. ૭-૫ના રોજ કારખાનેથી ઘરે જતા હતા ત્યારે ગોંડલ ચોકડી પાસે ટાટાના શો રૂમ પાસે કોઈ અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારતા પનુભાઈ સોલંકીને ઈજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં ગઈકાલે તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. મૃતક પનુભાઈને સંતાનમાં પાંચ પુત્ર છે તથા તે સાત ભાઈ અને બે બહેનમાં છઠ્ઠા નંબરના હતા. આ અંગે આજી ડેમ પોલીસ મથકના પીએસઆઈ સી.એમ.  ચૌહાણે  કાર્યવાહી  કરી  હતી.

(1:51 pm IST)