Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

રાજકોટમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બિલ્ડિંગના 11માં માળેથી યુવાને પડતું મૂક્યું: ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટઃ શહેરના ધનિક પરિવારના યુવાન પુત્રએ સાંજે 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ આલ્ફા પ્લસ બિલ્ડિંગના 11માં માળેથી પડતું મુકતાં બાજુમાં ભંગારના ઢગલા પર પટકાતા ગંભીર ઇજા થઇ છે. લોકો ભેગા થઈ જતા બહાર કાઢ્યો હતો. એ વખતે જ આ યુવાનનો ફોન રણકતા રિસીવ કરવામાં આવતા યુવાનનું નામ હાર્દિક હોવાનું અને તેના થોડા દિવસ બાદ લગ્ન હોવાનું જાણવા મળ્યું હતું. યુવાનને ફોન કરનાર તેનો મિત્ર હોઈ હોસ્પિટલમાં લઈ જવા જણાવતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવાન કાર લઈ આવ્યો હતો. બે માળ દાદરા ચડી બાદમાં લિફ્ટ મારફત 11માં માળે પહોંચ્યો હતો અને છલાંગ લગાવી હતી. યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.

(8:23 pm IST)
  • હાલમાં જેલમાંથી છુટેલ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયા કોરોના પોઝીટીવ access_time 1:57 pm IST

  • અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફરી સ્ટોક ખાલી થઈ જતા, બપોરે 4 વાગ્યાથી રેમડેસિવિર ઈન્જેક્શ આપવાનું બંધ કર્યું : અત્યાર સુધીમાં 10,000 લોકોને રાહતભાવે આપ્યા ઇન્જેક્શન : ફરી વિતરણ ક્યારે શરૂ કરાશે એ બારા કંપનીએ કઈ ખુલાસો નથી કર્યો access_time 5:50 pm IST

  • હાલ તો લોકડાઉન નહીં થાય, કેસ વધશે તો વિચારશુ : અરવિંદ કેજરીવાલ access_time 1:57 pm IST