-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
માહે રમઝાનઃ રોઝા રાખવાનો મતલબ એક પ્રકારની ઇબાદત

માહે રમઝાન : ઇસ્લામ પ વસ્તુથી કાયમ છે. ૧ કલમા, ર. નમાઝ, ૩. રોઝા, ૪ ઝકાત, પ. હજ્જ.
તેમાંથી એક છે ‘રોઝા'. રોઝા એટલે બધા જ દુગૂર્ણો થી દૂર રહેવું. કુરાન શરીફની આયત નંબર ૧/૩ માં લખ્યું છે કે રોઝા રાખવા મુસલમાન માટે ફર્ઝ છે.
આપણે જાણીએ કે આ પવિત્ર મહિનાનો ઇતિહાસ શું છે. ઇસ્લામીક કેલેન્ડર પ્રમાણે સન ર હિજરીમાં અલ્લાહના હુકમથી મુસલમાનો પર રોઝા રાખવા ફરજીયાત કરવામાં આવ્યા. રમઝાન ઇસ્લામીક મહીનાઓ માનો નવમો મહિનો છે. આ મહિનો ઇસ્લામના મહિનાઓમાં સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે. રોઝા રાખવા માટે સૌથી પહેલા શહેરી કરવામાં આવે છે.
શહેરી એટલે શું ? રોઝૂ રાખવા માટે લોકો વહેલા ઉઠીને શહેરી કરે છે. શહેરી કરવાનો સમય સવારે સૂરજના ઉદય થવાની ડોઢ કલાક પહેલાનો સમય હોય છે. શહેરી કર્યા પછી રોઝાની શરૂઆત થાય છે.
રોઝા રાખ્યા પછી વ્યકિત અન્ન કે જળ ગ્રહણ કરી શકતો નથી. સાંજના સમયે જ રોઝૂ ખોલવામાં આવે છે. રાત્રે ૯ વાગ્યે થતી નમાઝ પછી તરરાબીની નમાઝ તેમજ કુરઆન પઢવામાં આવે છે. તેમજ ઝકાત એટલે કે આવકનો અમૂક ટકા ભાગનું દાન કરવું. ઝકાત પણ રમઝાન મહિનામાં કાઢવું મુસલમાનો પર ફર્ઝ છે.
આમ, રમઝાન મહિનામાં રોઝા, નમાઝ એ તરરાબી તેમજ ઝકાત આ ચાર વસ્તુઓ ચાલે છે. રમઝાન મહિનાના અંતમાં ર૯ માં દિવસે ચાંદ દેખાઇ તો ઇદ મનાવવામાં આવે છે. જો ર૯ માં દિવસે ચાંદના દેખાઇ તો ૩૦ રોઝા પુરા થાઇ છે. તેમજ ત્યાર પછીના દિવસે ઇદ મનાવવામાં આવે છે. રોઝા રાખવાનો મતલબ એક પ્રકારની ઇબાદત છે. તેમજ રોઝા દરમિયાન ભુખ્યા રહેવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. ઇસ્લામના ચોથા ખલીફા ‘હઝરત અલી' ને પસંદીદા વસ્તુઓ માંથી તેઓ ઉનાળામાં રોઝા ખુબ પસંદ કરતાં.
ઇસ્લામીક માન્યતા પ્રમાણે રમઝાન એટલે કે રોઝા એ અલ્લાહનો શ્રેષ્ઠ ઉપહાર છે.
માહે રમઝાન મુબારક
-: સંકલન :-
હીના જુણેજા અયુબભાઇ
એમ. જે. કુંડલીયા કોલેજ
ટી. વાય. બી.એ., રાજકોટ