Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

રાજકોટમાં આઇ.ટી. કંપનીનું કામકાજ કરતી કંપનીના...

કર્મચારી વિરૂધ્‍ધની ફરીયાદમાં કંપની સામે દંડાત્‍મક હુકમઃ આરોપીનો બિન-તહોમત છુટકારો

રાજકોટ તા. ૧રઃ ચેક રીર્ટનના કેસમાં ફરીયાદી ઇન્‍ફીનીટી ઇન્‍ફો. પ્રા. લી.ને ખોટી ફરિયાદ બદલ દંડાત્‍મક આદેશ કરી આરોપીને બીનત્‍હોમત છોડી મુકતો મહત્‍વનો ચુકાદો કોર્ટે આપેલ છે.

 

આ કેસની વિગત રાજકોટમાં આઇ.ટી.નું કામકાજ કરતી ફરીયાદીની ઇન્‍ફીનીટી ઇન્‍ફો. પ્રા. લી. કંપનીના ભાવેશભાઇ ધીરજલાલ ગધેથરીયાએ બોદર નિર્મલ પ્રાગજીભાઇ વિરૂધ્‍ધ એન.આઇ. એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદમાં જાહેર કરેલ વિગતે બોદર નિર્મલએ ફરીયાદીની કંપનીમાં નોકરી માટે ઇચ્‍છુક હોય જેથી ફરીયાદી કંપની તથા આરોપી વચ્‍ચે નોટરાઇઝડ લીગલ એગ્રીમેન્‍ટ થયેલ અને તે પેટે તેની પાસેથી સીકયુરીટી ડીપોઝીટ પેટે માસીક પગારના કુલ ત્રણ ગણી રકમતના ૩ ચેક ફરીયાદી કંપની દ્વારા સીકયુરીટી પેટે લેવામાં આવેલ. કર્મચારી દ્વારા કંપનીને જાણ કર્યા વગર પ્રોબેશન પીરીયડમાં નોકરી છોડી જતા રહેલ જેથી કરાર ભંગના કારણે ફરીયાદી કંપની દ્વારા કર્મચારી પાસેથી મેળવેલ ચેકો કરાર મુજબ રકમ ભરી ત્રણેય ચેકો બેંકમાં જમા કરાવેલ સદરહું ચેકો ઇન્‍સફીસીયન્‍ટ ફંડસના શેરા સાથે પરત ફરેલ જેથી ફરીયાદી કંપની દ્વારા રાજકોટના સ્‍પે. નેગલોશીયેબલ કોર્ટમાં ફરીયાદ કરેલ જેથી કર્મચારી બેકાર હોય કોઇ આવક ન હોય જેથી રાજકોટના તાલુકા કાનુની સેવા સત્તા મંડળમાં વકીલ રોકવા અરજી કરતા કર્મચારી બોદર નિર્મલને વકીલ તરીકે હસમુખ ડી. ગોહેલની નિમણુંક કરેલ અને કર્મચારી તરફે બચાવની કામગીરી કરેલ હતી.

ઉપરોકત મુજબની હકીકતોની રજુઆતો તથા પ્રસ્‍થાપિત સીધ્‍ધાંતો મુજબના વડી અદાલતોના જજમેન્‍ટોની રજુઆતો શ્રી જી. ડી. પડીયા માનેલ અને ફરીયાદી ઇન્‍ફીનીટી ઇન્‍ફો. પ્રા. લી.ની ફરીયાદ માત્ર નબળા લોકોને દબાવવા અને શોષણ કરવા કાયદાનો દુરઉપયોગ કરેલ હોય જેથી ફરીયાદ રદ કરી કર્મચારી બોદર નિર્મલને બીન ત્‍હોમત છોડી મુકી ફરીયાદી દ્વારા આવી ખોટી ફરીયાદ કરવાના કારણસર ફરીયાદી સામે ક્રીમીનલ પ્રોસીઝર કોડની કલમ-રપ૦ અન્‍વયે કાર્યવાહી કરવાનો દાખલા રૂપ આદેશ ફરમાવી નેચરલ જસ્‍ટીસનું ઉમદા ઉદાહરણ સ્‍વરૂપનો મહત્‍વનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી બોદર નિર્મલ પ્રાગજીભાઇ તરફે રાજકોટ તાલુકા કાનુની સેવા સતા મંડળના માનદ સેવા આપનાર પેનલ એડવોકેટ શ્રી હસમુખ ડી. ગોહેલ રોકાયેલ હતા.

(4:33 pm IST)