Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જંકશનનાં વિનસ પાર્કમાં કોરોનાના ૮ કેસઃ સંપૂર્ણ વિસ્‍તાર સેનિટાઇઝ કરાયો

રાજકોટઃ શહેરના જંકશન પ્‍લોટ શેરી નં. ૧પ માં આવેલ ‘‘વિનસ યાર્ડ'' એપાર્ટમેન્‍ટમાં કોરોનાના ૮ થી ૯ પોઝીટીવ કેસ આવતા રહેવાસીઓમાં ગભરાટની લાગણી ફેલાઇ હતી. આની જાણ સ્‍થાનીક લોકોએ સામાજીક કાર્યકર્તા યોગેશ માખેચાને કરાતા તુરંત જ અતુલભાઇ રાજાણીનો સંપર્ક કરી ‘‘વિનસ પાર્ક''ના ૬૪ ફલેટમાં આખે આખું બિલ્‍ડીંગ સેનેટાઇઝીંગ કરી આપવાની વ્‍યવસ્‍થા કરી આપેલ હતી. સેનેટાઇઝીંગ થઇ જતા સ્‍થાનીક વાસીઓમાં રાહતની લાગણી ફેલાઇ હતી. લોકોએ અતુલભાઇ અને યોગેશભાઇનો આભાર વ્‍યકત કરેલ હતો તેમ સામાજીક કાર્યકર યોગેશ માખેચાની યાદીમાં જણાવ્‍યું હતું.

(4:31 pm IST)