Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કોરોના કાળમાં બાળકોની કાળજી

આપ સહુ જાણો છો કે કોરોના વાયરસનો નવો સ્‍ટ્રેઇન (STRAIN) યુવાનો તેમજ બાળકોને પણ સંક્રમીત કરી રહયો છે જે જુના સ્‍ટ્રેઇનમાં ઓછુ બનતુ હતુ અમુક બાળકોને કોરોનાથી ગંભીર અસર થઇ રહી છે.

બાળકોના માતા-પિતા તેમજ વાલીઓએ શું કાળજી લેવી તેમજ કયા બાળકો વધુ ગંભીર થઇ શકે જેમની ખાસ કાળજી રાખવી તે વિશે માહીતી અહી આપેલ છે.

(૧) બાળકોને વારંવાર હાથ ધોવાની ટેવ પાડો તેમજ જરૂર પડે સેનેટાઇઝર સાથે રાખવાની ટેવ પાડો. સમજણા બાળકોને ભીડ કે અન્‍ય લોકોની હાજરીમાં માસ્‍ક પહેરવાની સમજણ તેમજ તાલીમ આપવી, સામાન્‍ય રીતે પ વર્ષથી મોટી ઉંમરના બાળકો માસ્‍ક પહેરી શકે છે.

(ર) અતી જરૂરી ન હોય ત્‍યાં સુધી બાળકોને ભીડભાડવાળી જગ્‍યાએ ન લઇ જવા અને બને ત્‍યાં સુધી ઘર બહાર બાળકોને લઇ જવાનું ટાળો.

(૩) બાળકોથી અન્‍ય બાળકોને પણ ચેપ લાગે છે. તો શેરીમાં રમવા સમયે પ વર્ષથી મોટા બાળકોને માસ્‍ક પહેરવાની ટેવ પાડો.

(૪) ઘરમાં બાળકો હોય ત્‍યાં મોટી ઉંમરના લોકોએ પણ ખાસ કાળજી રાખવી જેથી બાળકોને ચેપ ન લાગે.

(પ) નીચેનામાંથી કોઇ પ્રકારની બીમારી કે જન્‍મજાત ખોડખાંપણ ધરાવતા બાળકો કોરોનાથી સંક્રમીત થાય તો તેમને ગંભીરતાથી  અતી ગંભીર બીમારી થવાનું જોખમ હોય છે તો આવા બાળકોના વાલીઓએ ખાસ કાળજી રાખવી.

(૧) અસ્‍થમા (એલર્જી) (ર) Congenital Heart Disease  (જન્‍મજાત マદયની બીમારી  (૩) Juvenile Diabertes (બાળકોમાં થતી ડાયાબીટીસની બીમારી) (૪) Genetic Discorder (બાળોમાં જન્‍મજાત ખોડ ખાંપણ) (પ) Leukemia  કે અન્‍ય કેન્‍સર (૬) Immunodeficiency disorder  (જન્‍મજાત ઓછી રોગ પ્રતિકારકતા) (૭) કીડનીની બીમારી (૮) ફેફસાની બીમારી

ઉપરોકત  બીમારી ધરાવતા બાળકોને આ સમયે ઘર બહાર ન નીકળવું તેમજ વાલીઓએ પણ બહાર જતી વખતે ખુબ કાળજી રાખવી જરૂરી છે. બાળકોમાં કોઇ પણ લક્ષણ જણાય તો તાત્‍કાલીક હોસ્‍પીટલે લઇ જવા જરૂરી છે.

બાળકોમાં કોવીડના લક્ષણો મોટી ઉંમરનાથી થોડા અલગ હોય છે જે નીચે મુજબ હોય છે. (૧) તાવ, (ર) શરદી, ઉધરસ, (૩) ભુખ ન લાગવી (૪) વધારે રડવુ (Excessive Crying ) (પ) ઉલટી (૬) ઝાળા (૭) મોટા બાળકોમાં નબળાઇ  તેમજ શારીરીક થાક અને તુટ (રમવાનું ઓછુ કે સાવ બંધ થઇ જાય) (૮) શરીર પર ચાઠા (Rashes) દેખાવા (૯) મોટા બાળકોમાં માથાનો દુઃખાવો (૧૦) શ્રવાસ લેવામાં તકલીફ તેમજ હાંફ આવા લક્ષણો જણાય તો તરત ડોકટરનો સંપર્ક કરવો.

બાળકોમાં કોવીડની સારવાર

કોવીડની સામાન્‍ય બીમારી ધરાવતા બાળકોને બાળરોગ નિષ્‍ણાંતની દેખરેખ હેઠળ ઘરે સારવાર આપી શકાય છે. આ દરમ્‍યાન રાખવાની થતી ખાસ કાળજી બાળકને ઘરની બહાર ન જવા દેવુ અને આરામ કરાવવો. બાળકોને ઘરમાં વૃધ્‍ધોથી અલગ રાખવુ જેથી તેમને સંક્રમણ ન ફેલાય.

માતા માસ્‍ક પહેરીને બાળક નાનુ હોય તો સાથે રહી શકે તેમજ (Breast feeding) કરાવવાનું ચાલુ રાખવું.

લીંબુ પાણી તથા અન્‍ય પ્રવાહી સતત પીવડાવ્‍યા કરવુ જેથી (Dehydration ) ન થાય.

Vit C  અને Zinc ની ગોળી અથવા Syrup  આપી શકાય (ASTHAMA) ના દર્દીઓએ Nebulizer  અથવા INHALER ચાલુ રાખવા)

Thermal થી Temperature દિવસમાં ત્રણથી ચાર વાર માપવુ અને તાવ હોય તો  Paracetamal  આપી શકાય. (Temperaturfe) માપવા કપાળ પર ગન દોઢ થી ર c.m. દુર રાખી માપવુ. હાથની ચામડી પર માપવાની રીત ખોટી છે તેમજ વધરે દુર રાખવાથી ખોટુ રીંડીગ આવી શકે. Temp 990F થી ઉપર જાય તો પાણીના પોતા કપાળ તેમજ પેટ પર મુકવા તથા 1000 F થી ઉપર જાયતો Sy.PARACETAMOLઆપવું. આંચકીની બીમારી ધરાવતા બાળકોને તાવની દવા  990 F થી ઉપર જતા તરત જ આપી દેવી હિતાવહ છે.

Pulse Oxymeter  ઘરે વસાવી ઓછામાં ઓછુ દીવસમાં  ત્રણ વાર રીડીંગ લેવું નવા પ્રકારનો વાયરસ ઝડપથી ફેફસામાં ફેલાતો હોવાથી સવારનું રીડીંગ નોર્મલ હોય અને બપોરે ઘણુ ઓછું SPO2 બતાવે તેવું બને છે.

સામાન્‍ય રીતે વપરાતા Pulse Oxymeter ની સાઇઝ પ્રમાણે બનેલ હોવાથી તેમાં બાળકોની આંગળી ઢીલી રહેવાથી ખોટુ રીડીંગ આવી શકે છે. તેથી શકય હોય તો નાના બાળકો માટે Pediatric Pulse Oxymeter નો ઉપયોગ કરવો. ફીટ બેસે તે રીતે પ્રથમ (Index) અથવા બીજી (Middle)finger Pulse Oxymeter માં રાખી Reading લેવું. છ મહીનાથી નાના બાળકો માટે Neonatal Pulse નો ઉપયોગ કરવો.

Oxygen level 940 ં કે તેનાથી ઓછુ થાય તો તાત્‍કાલીક બાળરોગ નિષ્‍ણાંતનો સંપર્ક કરવો. આ સ્‍થિતિમાં દાખલ કરીને નાક વાટે Oxygen તેમજ STEROID અને remdesivir Injection   ચાલુ કરવાની જરૂર પડી શકે છે. અને જરૂર પડયે Nebulizer અપાય છે.

ડો. ભાર્ગવ સોરઠીયા (૯૩૭૪ર ૧૧૯પર)

નવજાત શીશુ અને બાળરોગ નિ ષ્‍ણાંત

કિલ્લોલ બાળકોની હોસ્‍પીટલ , સાધુ વાસવાણી રોડ.

(4:31 pm IST)
  • મહારાષ્‍ટ્રમાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા મુલત્‍વી રહી : વિદ્યાર્થીઓનું આરોગ્‍ય એ જ અમારી પ્રાથમિકતા : મહારાષ્‍ટ્ર સ્‍ટેટ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ કોવિડ મહામારીના પ્રકોપને લઈને ઉદ્ધવ ઠાકરે સરકારે મુલત્‍વી રાખી : કહ્યુ કે તમારૂ આરોગ્‍ય એ જ અમારી સર્વોચ્‍ચ પ્રાથમિકતા access_time 5:04 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : તમામ રેકોર્ડ તૂટ્યા :કુલ મૃત્યુઆંક 1.70 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,57,028 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,35,12,493થઇ :એક્ટિવ કેસ 11,89,856 થયા : વધુ 68,748 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,21,47,081 થયા :વધુ 761 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,70,066 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 63,294 નવા કેસ ,ઉત્તર પ્રદેશમાં 15,276 કેસ, દિલ્હીમાં 10,774 કેસ અને કર્ણાટકમાં 10,250 કેસ નોંધાયા access_time 12:05 am IST

  • દેશમાં કોરોનાએ આડોઆંક વાળ્યો :એક્ટિવ કેસની સંખ્યા 12,58 લાખને પાર પહોંચી : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,60,694 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,36,86,086 થઇ :એક્ટિવ કેસ 12,58,906 થયા : વધુ 96,727 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,22,50,440 સાજા થયા :વધુ 880 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,71,089 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 51,751 નવા કેસ, ઉત્તર પ્રદેશમાં 13,604 કેસ, છત્તીસગઢમાં 13,576 કેસ , દિલ્હીમાં 11,491 કેસ અને કર્ણાટકમાં 9579 કેસ નોંધાયા: ગુજરાત અને મધ્યપ્રદેશમાં 6 હજારથી વધુ કેસ નોંધાયા access_time 1:14 am IST