Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

બુધવારે ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે વિશેષ કાર્યક્રમ

નિતીનભાઇ મિસ્ત્રીનું બાબા સાહેબ આંબેડકર પરનું વિશેષ પ્રવચન : ઓશો સન્યાસી સ્વામી ડો. સંદેશ ભાલેકરના પુસ્તકો 'આંબેડકર ઓશોની આંખે' (ગુજરાતી) તથા 'આંબેડકર ઔર ઓશો' (હિન્દી) વિશેષ વળતરથી ઉપલબ્ધ : કાર્યક્રમનું આયોજન સરકારી ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવેલ છે

રાજકોટ તા. ૧૨ : ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સંન્યાશ ઉત્સવ, ભજન - કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નિયમિત છેલ્લા ૩૫ વરસથી અવાર-નવાર ઉત્સવ ઉજવવામાં આવે છે જેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહ્યા છે.

આગામી તા. ૧૪ને બુધવારે ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિતે સાંજેના ૬.૩૦ થી ૭.૪૫ વાગ્યે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં, ૪-વૈદ્યવાડી, ડી-માર્ટની પાછળની શેરી, રાજકોટ ખાતે ઓશો સંન્યાસી નિતીનભાઇ મિસ્ત્રીનું બાબા સાહેબ આંબેડકર પરનું વિશેષ પ્રવચન, સંધ્યા સત્સંગ, બાબા સાહેબ પરનું ઓશોનું પ્રવચનના કાર્યક્રમનું આયોજન સરકારી ગાઇડલાઇન મુજબ કરવામાં આવ્યું છે.

ભારત રત્ન ભીમરાવ આંબેડકરનો જન્મ તા. ૧૪-૪-૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના સેનિક છાવણી મહુ ગામે મહાર દલિત સમાજમાં થયો હતો. પિતા રામજીભાઇ માલોજીભાઇ સકપાલ ભારતીય સેનામાં સુબેદાર તરીકે નોકરી કરતા હતા. માતા ભીમાબાનું તેઓ ૧૪મું સંતાન હતા. દાદા કબિર પંથી હતા તેમનું મૂળ વતન મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાનું અંબાવડે ગામ હતું.

વધુ માહિતી સ્વામી સત્યપ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬ અને સંજીવ રાઠોડ મો. ૯૮૨૪૮ ૮૬૦૭૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:19 pm IST)