Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં મૃત્યુ પામનાર વૃધ્ધના વાલીવારસ મળતા નથી

ભીમજીભાઇ રાયસીંગભાઇના નામથી દાખલ આ દર્દીના કોઇ સગા હોય તો કોવિડ સેન્ટરમાં સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૨: સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવેલા વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પોઝિટિવ રિપોર્ટ ધરાવતાં આ દર્દીને દાખલ કરાયા ત્યારે તેમનું નામ ભીમજીભાઇ રાયસીંગભાઇ (ઉ.વ.૬૨) લખાવાયું હતું.   પરંતુ હવે તેમનું મૃત્યુ થયા બાદ તેમના કોઇ વાલીવારસ કે સગા સંબંધી મળતાં નથી. તસ્વીરમાં દેખાતા વૃધ્ધના સગા સંબંધી પરિચિત હોય તો કોવિડ કેર સેન્ટરમાં સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રવાહકોએ જણાવ્યું છે.

(4:16 pm IST)
  • કુંભનું મહાઆયોજન સુપરસ્‍પ્રેડરમાં બદલી શકે છે : કોરોના નિયમોના ચીંથરેહાલ : આજે કુંભનું બીજુ શાહી સ્‍નાન : હરિદ્વાર :શાહીસ્‍નાન માટે શ્રધ્‍ધાળુઓની ભીડ ઉમટી : હરિદ્વાર કુંભમાં વધી રહેલી ભીડએ સ્‍વાસ્‍થ્‍ય વિશેષકોની ચિંતામાં કર્યો વધારો access_time 1:41 pm IST

  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો વણથંભ્યો આતંક : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 405 અને ગ્રામ્યના 70 કેસ સાથે કુલ 475 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:28 pm IST

  • અભિનેતા પવન કલ્યાણ કોરોના પોઝીટીવ access_time 1:56 pm IST