Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ઈન્જેકશનની કૃત્રિમ અછત ઉભી કરી મહામારીમાં રાજકીય રોટલા શેકતુ ભાજપ

કોંગ્રેસ અગ્રણી ગોપાલ અનડકટ, રણજીત મુંધવા તથા પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાનો આક્ષેપ

રાજકોટ, તા. ૧૨ :. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની સારવારમાં રામબાણ ઈલાજ સાબિત થનાર રેમડેસિવિર ઈન્જેકશનની કૃત્રિમ અછત ઉભી કરી મહામારીમાં ભાજપ રાજકીય રોટલા શેકી રહ્યાનો આક્ષેપ કોંગી અગ્રણી ગોપાલ અનડકટ, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ તથા રણજીત મુંધવાએ કર્યો છે.

આ અંગે ગોપાલ અનડકટ, ઘનશ્યામસિંહ જાડેજા, રણજીત મુંધવાએ જણાવ્યુ હતુ કે, હાલની મહામારીમા ભાજપ સરકાર કે પક્ષ પ્રમુખ પાટીલ ૨૦૨૨ના રાજકીય લાભ માટે વલખા મારી રહ્યા છે એ વચ્ચે ભોળી પ્રજાનો વગર વાંકે મરો થઈ રહ્યો છે. જેમાં આખા ગુજરાતમાં કોરોનાની બીજી ભયંકર લહેર વચ્ચે તમામ સરકારી કે પ્રાઈવેટ દવાખાના ઉભરાય ગયા હોય ત્યારે લોકો રેમડેસિવિર ઈન્જેકશન માટે લાઈનમાં ઉભા છે તો બીજી તરફ ગુજરાત પોતાના વિસ્તાર ૫૦૦૦થી પણ વધુ ઈન્જેકશનનું વિતરણ કરી પોતાની તાકાત બતાવી લોકોની લાઈન કરી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો. અંતમાં આવનારા દિવસોમાં પ્રજા કદી નહિ ભૂલી શકે કે આ એ ભાજપ છે જેને દવાથી લઈ ઈન્જેકશન માટે પણ લાઈનમાં ઉભા રાખ્યા હતે તેમ શ્રી અનડકટ, શ્રી જાડેજા તથા મુંધવાએ જણાવ્યુ હતુ.

(4:15 pm IST)