Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ભા.જ.પ.ના નવનિયુકત પ્રદેશ હોદેદારોની નિમણુંકોને આવકારતા મનપાના પદાધિકારીઓ

પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડની ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ પદે તથા નીતિનભાઇ ભારદ્વાજ અને શ્રીમતિ ભાનુબેન બાબરિયાની ગુજરાત ભાજપ કારોબારીના સભ્યશ્રી તરીકેની નિમણુંકને આવકાર

રાજકોટ તા. ૧રઃ ભાજપના અગ્રણી અને રાજકોટના પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડની ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકેની તેમજ નીતિનભાઇ ભારદ્વાજ તથા શ્રીમતિ ભાનુબેન બાબરિયાની ગુજરાત ભાજપ કારોબારીના સભ્યશ્રી તરીકેની તેમજ મોહનભાઇ કુંડારિયા, રમેશભાઇ રૂપાપરા, માંધાતાસિંહ જાડેજા, રક્ષાબેન બોળીયા, જીતુભાઇ મહેતા તથા ભરતભાઇ પટેલની પ્રદેશ આમંત્રિત તરીકે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે. આ નિમણુંકને આવકારી, રાજકોટ મહાનગર પાલીકાના મેયર ડો. પ્રદીપ ડવ, ડે. મેયર દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઇ ધવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ તમામ હોદેદારોને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ છે.

(4:14 pm IST)