Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

કોરોનાનો આતંક : કલેકટરના પીએ જીતેન્‍દ્ર કોટકનો આખો પરીવાર કોરોનાગ્રસ્‍ત : મહેકમ કારકૂન બકોતર પણ ઝપટે

રાજકોટ, તા. ૧૨ : કલેકટર કચેરીમાં કાળમુખા કોરોનાનો આતંક યથાવત ચાલુ રહ્યો છે. કલેકટરના પીએ જીતેન્‍દ્ર કોટક, તેમના પત્‍નિ અને બે બાળકો સહિત ચારેયને કોરોના પોઝીટીવ જાહેર થતા ભારે ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત કલેકટરની મહેકમ શાખાના કારકુન બકોતરને પણ કોરોના જાહેર થતા બંને કચેરી સેનેટાઈઝ કરાઈ છે અને કલેકટરે કચેરીમાં પ્રવેશ અંગે કોઈને પણ આવવા ન દેવા સુચના જાહેર કરી છે. કલેકટર કચેરીના આજ સુધીમાં કુલ ૪૭ કર્મચારીને કોરોના વળગ્‍યો છે.

(3:43 pm IST)