Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

એક તબીબ સહિત ૩ મેડિકલ વચેટિયા ઝડપાયાઃ એક એમડીનું પ્રિસ્‍ક્રીપ્‍શન મળ્‍યું

ગુજરાતમાં પ્રથમવાર દર્દીના સગા બની ખુદ પોલીસ દ્વારા છટકુ : સીપી શમશેરસિંઘના નેતૃત્‍વમાં પોલીસ દ્વારા પૂછપરછનો ભારે ધમધમાટ

રાજકોટ તા. ૧૨ :  કોરોના મહામારી વચ્‍ચે લોકો જેને ઈશ્વર માની રહ્યા છે તેવા કેટલાક તબીબો આવા સંજોગોમાં લોકોની લાચારીનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે, ત્‍યારે ઘણા તબીબો માનવતાને પ્રાથમિકતા આપી રાત દિવસ લોકોની સેવા કરી રહ્યા છે તેવા કોરોના દર્દી માટે ખૂબ જ મહત્ત્વના મનાતા રેમડેસીવીર ઈન્‍જેકશનના કાળા બજારમાં કેટલાક ડોક્‍ટર અને મેડિકલ સ્‍ટાફની સંડોવણીની માહિતીથી ચોકી ઉઠેલ વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંઘના આદેશથી એક તબીબ સહિત ૩ મેડિકલ સ્‍ટાફને પોલીસ ઝડપી લેતા ગુજરાતભરની આવા કર્યો કરતા તત્‍વોમાં ખળભળાટ મચી ગયો છે.

કોરોનાની બીજી લહેર સમયની ભારે ગંભીર અને ચિંતાજનક સ્‍થિતિમાં કેટલાક તબીબ તથા મેડિકલ સ્‍ટાફ દ્વારા આવી કાર્યવાહી દ્વારા સમગ્ર તબીબ આલમની બદનામી થાય તેવા કાર્ય ચાલી રહ્યાં હોવાની બાતમી પોલીસ કમિશનર શમશેરસિંઘને મળતા આ બાબતે વોચ ગોઠવવા તાકીદ કરેલ.

દરમિયાન વડોદરાનાં ડો. ધીરેન નગોરા રેમેડસિવિર ઇન્‍જેકશનના લોકોની લાચારીનો લાભ ઉઠાવી વેચી રહ્યાનું બહાર આવતા પીસીબી પીઆઈ શ્રી પટેલ દ્વારા પોતાના હરીભાઈને સમગ્ર બાબતે વાકેફ કરતા છટકુ ગોઠવવાની શરૂઆત થયેલ. 

હરિભાઈ દ્વારા દર્દીના સગા બની ફોન કરેલ, શરૂઆતમાં આનાકાની બાદ ૭૫૦૦ રૂપિયામાં ઇન્‍જેકશન આપવા સહમત થયેલ.બારોબાર મળવાનું નક્કી થયા બાદ પોલીસ દ્વારા ડો. ધિરેનને ઝડપી લેવાયેલ.

એક એમડીનું પ્રિસ્‍ક્રીપ્‍શન મળી આવ્‍યું છે.જેમની પણ તપાસ શરૂ થઈ છે, પોલીસ ડોક્‍ટરની પૂછપરછ આધારે ડોક્‍ટરને ઈન્‍જેકશન સપ્‍લાય કરતા બે વચેટિયાઓ કૃણાલ અને રાહુલને ઝડપી લેવાયા છે.

 

(11:49 am IST)