Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ગ્રીનલેન્ડ ચોકડી નજીક બગીચાના બાંકેડેથી મહિલાની લાશ મળીઃ લૂ લાગી ગયાની શંકા

મૃતકના કોઇ વાલીવારસ-પરિચિત હોય તો બી-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૨: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી નજીક બસ સ્ટોપ સામે બગીચામાં એક બાંકડા પરથી અજાણી આશરે ૪૮ વર્ષની મહિલા બેભાન મળી આવતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તેને તબિબે મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના  સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. હિતેષભાઇ જોગડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મહિલાએ પીળા રંગનુ ગાઉન પહેર્યુ છે. આ સિવાય ઓળખ થાય તેવી બીજી કોઇ ચીજવસ્તુઓ મળી નથી. લૂ લાગી જવાથી મોત થયાની શકયતા છે. મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:48 am IST)
  • જમશેદપુરની એકસ.એલ.આર. આઇ. સ્કુલ ઓફ મેેનેજમેન્ટના ૪૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝીટીવ access_time 1:56 pm IST

  • 25મી એપ્રિલે યોજાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડની ચૂંટણી મોકૂફ : ગુજરાતના 80 હજારથી વધુ મતદારો આ ચૂંટણીમાં મતદાન કરતા હોય છે access_time 5:52 pm IST

  • જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીને કોરોના પોઝિટિવ આવ્યો : ધારાસભ્યએ કરી જાહેરાત : હોમકોરોન્ટાઇન થયા access_time 11:23 pm IST