Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

રવિથી મંગળ માવઠાની આગાહી

રાજકોટ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે આગામી તા.૧૪ થી ૧૬ (રવિ થી મંગળ) દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ ૩.૧ કિ.મી.ના લેવલ સાથે સાયકલોનીક સરકયુલેશન પણ છે જે હાલ અફઘાનિસ્તાન આસપાસ પહોંચ્યુ છે : ત્યાંથી આ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીર તરફ આવશે, જેનો ટ્રફ રાજસ્થાનથી ગુજરાત સુધી આવે છે : રવિવારથી મંગળવાર સુધી સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં માવઠુ થશે તેમ અશોકભાઈ પટેલે અંતમાં જણાવ્યું છે

(4:32 pm IST)