Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

શહેરમાં છેલ્લા ૧૨ દિ'માં ૧૬૫૭ વાહનો વેંચાયા

મ્યુ.કોર્પોરેશનને વાહન વેરાની રૂ.૫૯.૨૯ લાખની આવક

રાજકોટ, તા., ૧રઃ શહેરમાં છેલ્લા ૧ર દિવસ દરમિયાન કુલ ૧૬પ૭ વાહનોનું વેચાણ થતા રાજકોટ મ્યુ. કોર્પોરેશનની તિજોરીમાં વાહન વેરા પેટે રૂ. પ૯.ર૯ લાખ આવક જમા થવા પામેલ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની વેરા શાખામાં  નોંધાયેલ વિગતવાર માહીતી જોઇએ તો ૧ એપ્રિલ ૨૦૧૯થી ૧ર એપ્રિલ સુધીનાં સમયગાળામાં ૧ર૩૬ ટુ વ્હીલરનાં રૂ. ૭.પર લાખ, પ૪ થ્રી વ્હીલર્સના રૂ. ૧.ર૦ લાખ તેમજ ૩૬૪ કાર (પેટ્રોલ, ડીઝલ, સીએનજી)ના રૂ. ૪૪ લાખ સહિત કુલ ૧૬પ૭ વાહનોનું વેચાણ થતા કુલ રૂ. પ૯,ર૯,૩૯૭ આવક થવા પામેલ છે.

અત્રે નોંધનીય છે કે રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧ લાખની કિંમતના વાહનનો ૧ ટકો તથા ૧ લાખથી વધુ વાહનની કિંમતનો ર ટકો તથા સીએનજી વાહનમાં ભરવાપાત્ર રકમના પ૦ ટકા વળતર સાથેનો વેરો સ્વીકારવામાં આવે છે. જયારે દિવ્યાંગ લોકો માટેના વાહનો તથા ઇલેકટ્રીક વાહનોમાં ૧૦૦ ટકા કરમુકત આપવામાં આવે છે તેમ વેરા શાખાના સુત્રોએ જણાવ્યું હતું.

(4:24 pm IST)