Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

બૃહદ પ્રતિષ્ઠાન દ્વારા છાશ વિતરણ

 ઉનાળાના આવા ધમધમતા તાપમાં સતત ખડેપગે રહી શહેરની ટ્રાફીક વ્યવસ્થા સંભાળી રહેલા પોલીસ જવાનો અને તેમના મદદનીશ વોર્ડન ભાઈ-બહેનોને બૃહદ રાજકોટ પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા દરેક પોઈન્ટ ઉપર જઈ ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગુલાબનું ફુલ આપી સન્માનિત કર્યા હતા. આ છાસ વિતરણ કાર્યક્રમમાં બૃહદ પ્રતિષ્ઠાનના પ્રમુખ રાજુભાઈ જુંજા, હિરેનભાઈ દુધાત્રા, કેશવજીભાઈ પરમાર, પ્રફુલભાઈ રાજપૂત, અજયભાઈ ચુડાસમા, કરણ જુંજા, હાર્દિકભાઈ પંડયા, પ્રફુલભાઈ ચાંગાણી, પાલજીભાઈ રાઠોડ, મનીષાબેન કટારીયા, લતાબેન કાંજીયાણી, ઉષાબેન ચાવડા વગેરે જોડાયા હતા.

(4:08 pm IST)