Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ખોડલધામ મંદિરે આઠમા નોરતે હવન- નોમના ગાયત્રી પરિવાર દ્વારા દિપયજ્ઞ

રાજકોટઃ ચૈત્રી નવરાત્રીના નવ નોરતાની વિશિષ્ટ રીતે ઉજવણી કરવાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરાયું છે. વિશ્વ પ્રસિદ્ઘ ખોડલધામ મંદિર-કાગવડ ખાતે ચૈત્રી નવરાત્રીમાં ભકિતમય કાર્યક્રમો થકી મા ખોડલની ઉપાસના કરાઈ રહી છે ત્યારે છઠ્ઠા નોરતે પણ મા ખોડલની આરાધના કરવા મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડ્યા હતા. ખોડલધામ ખાતે મા ખોડલની વિશેષ પૂજા અર્ચના કરવા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા થઈ રહી છે.

છઠ્ઠા નોરતે નોરતે રાજકોટ,ધોરાજી અને દેરડી કુંભાજીથી મહિલા સમિતિની બહેનો મોટી સંખ્યામાં ખોડલધામ ખાતે આવી હતી અને રાસ-ગરબાં, રંગોળી, ફળ સુશોભન, માતાજીને ચુંદડી અર્પણ અને મંત્ર જાપ કર્યા હતા.

ચૈત્રી નવરાત્રી નિમિતે છઠ્ઠા નોરતે ''રવિ યોગ'' હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. ખોડલધામ મંદિર કાગવડ ખાતે રાજકોટ,ધોરાજી અને દેરડી કુંભાજીની મહિલા સમિતિ દ્વારા રંગોળી,માતાજીને ચુંદડી અર્પણ, રાસગરબા-ધૂન કીર્તન અને ઓમ ખોડિયાર માતાએ નમઃ ના ૩૦,૨૪૦ મંત્ર જાપ સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ પ્રકારના કાર્યક્રમો નોમ સુધી ચાલનાર છે. આઠમના દિવસે ખોડલધામ ખાતે હવન યોજાશે અને નોમના દિવસે ગાયત્રી પરિવાર દ્વારા દિપયજ્ઞ યોજાશે.

(4:07 pm IST)