Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

શાપરના સામુહિક બળાત્કારમાં સુત્રધાર રણજીત ઉર્ફ ટિકીટ ઝડપાયોઃ અગાઉ ૪૦ ગુનામાં સંડોવણી

ભકિતનગર પોલીસે નામીચા રજપૂત શખ્સને સોરઠીયા વે બ્રીજ પાસેથી સકંજામાં લઇ શાપર પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૧૨: શાપર વેરાવળમાં નવ દિવસ પહેલા સામુહિક બળાત્કારનો ગુનો બન્યો હતો. એ ગુનામાં અગાઉ એક  શખ્સ ઝડપાઇ ગયો હતો. મુખ્ય સુત્રધાર તરીકે રાજકોટના કોઠારીયા રોડ આનંદનગર ત્રણ માળીયા કવાર્ટર બ્લોક નં. ૭ કવાર્ટર નં. ૨૮૭માં રહેતાં અને અગાઉ ૪૦ જેટલા ગુનામાં સંડોવાઇ ચુકેલા નામચીન રણજીત ઉર્ફ કાનો ઉર્ફ ટિકીટ અરવિંદભાઇ ગોહેલ (રજપૂત) (ઉ.૨૬)નું નામ સામે આવ્યું હતું. આ શખ્સ ગત સાંજે રાજકોટમાં સોરઠીયા વે બ્રીજ પાસે ઉભો હોવાની ચોક્કસ બાતમી ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી અને પીએસઆઇ પી. બી. જેબલીયાને મળતાં તેને દબોચી લઇ શાપર પોલીસને સોંપાયો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એચ. એલ. રાઠોડની સુચના અંતર્ગ પી.આઇ વી. કે.ગઢવી, પીએસઆઇ  જેબલીયા તથા ટીમના હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, રણજીતસિંહ પઢારીયા, મહેન્દ્રસિંહ ડોડીયા, સલિમભાઇ મકરાણી, કોન્સ. દેવાભાઇ ધરજીયા, દિવ્યરાજસિંહ ઝાલા, ભાવેશભાઇ મકવાણા, મનિષભાઇ શિરોડીયા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે રણજીત ઉર્ફ ટિકીટ સોરઠીયા વે બ્રીજ પાસે ઉભો હોવાની બાતમી મળતાં તે પોલીસના તમામ કર્મચારીઓને ઓળખતો હોઇ પોલીસે વેશ પલ્ટો કરી ત્યાં પહોંચી તેને પકડી પકડી લીધો હતો.

રણજીત ઉર્ફ ટિકીટ ગોહેલ અગાઉ મારામારી સહિતના ૪૦ જેટલા ગુનામાં સંડોવાઇ ચુકયો હતો. શાપરની એક યુવતિ પર સામુહિક દૂષ્કર્મ મામલે ગત તા. ૩/૪ના રોજ ગુનો નોંધાયો હતો. તેમાં જે તે વખતે શાપર પોલીસે એકને પકડી લેતાં તેની પુછતાછમાં હિસ્ટ્રીશીટર ટિકીટનું મુખ્ય સુત્રધાર તરીકે નામ ખુલ્યું હતું. તેને ભકિતનગર પોલીસે પકડી શાપર પોલીસને સોંપ્યો છે.

(4:07 pm IST)