Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

કાલે વાળંદ સમાજનો ૩૨મો હવન મહોત્સવ

જ્ઞાતિની વાડીએ હવન બાદ રેસકોર્ષના મેદાનમાં સન્માનનો કાર્યક્રમ

રાજકોટ,તા.૧૨: ક્ષૌરકર્મ  ધંધાદાર સમિતિ- રાજકોટ અને સમસ્ત વાળંદ સમાજ દ્વારા મા લીમ્બચ ભવાનીનો ૩૨મો હવન મહોત્સવ આવતીકાલે તા.૧૩ના શનિવારે લક્ષ્મીવાડી ખાતે આવેલ વાળંદ જ્ઞાતિની વાડી ખાતે યોજાશે. ત્યારબાદના કાર્યક્રમ રેસકોર્ષના મેદાનમાં યોજાયા છે.

આવતીકાલે શનિવારે સવારે સવારે ૮:૩૦ વાગે માતાજીના યજ્ઞનો પ્રારંભ થશે બપોરે ૧૨ વાગે બીડુ હોમાશે.

ત્યારબાદ રેસકોર્ષના મેદાનમાં સાંજે ૭ વાગ્યાથી સન્માન સમારોહ યોજાયો છે. ૫ વાગે વિજયભાઈ બારોટનો લોકડાયરો યોજાશે. આ પ્રસંગે અંજલીબેન રૂપાણી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા અને અરવિંદભાઈ રૈયાણી ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન થયું છે.

આયોજનને સફળ બનાવવા ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિના પ્રમુખ અરવિંદભાઈ સોલંકી, ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડ, મંત્રી ભરતભાઈ ધોળકીયા અને ખજાનચી ગીરધરભાઈ બગથરીયા વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 pm IST)