Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

લોધીકા ખીરસરા ચેક પોસ્ટ ઉપરથી ૧૦ લાખની રોકડ ઝડપાઇઃ ઇન્કમટેક્ષને હવાલે કરાઇ

રાજકોટ, તા., ૧૨:રાજકોટ લોકસભા ચુંટણી સંદર્ભે ૭૧-રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત સ્ટેટીક સર્વેલન્સ ટીમે લોધીકાના ખીરસરા ચેક પોસ્ટ ઉપર ચેકીંગ દરમિયાન પરેશ કરશનભાઇ સેલડીયા પાસેથી ૧૦ લાખ રપ હજારની રોકડ રકમ ઝડપી લીધી હતી.

આ પૈસા કોના છે, કયાંથી લાવ્યા, કોને આપવાના તે અંગે કોઇ ખુલાસા ઉપરોકત પાર્ટીએ નહી કરતા ફરજ ઉપર રહેલા નાયબ મામલતદાર હિતાર્થ આર્ય અને પોલીસ અધિકારી સજ્જનસિંહ રાણાએ તુર્ત જ આ રોકડ જપ્તે લઇ ઇન્કમટેક્ષને જાણ કરી હતી.

આઇટીને જાણ કરાતા તેમના અધિકારી શ્રી પ્રદીપસિંહ સતાવતેઆ રકમનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:00 pm IST)