Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

છેલ્લા ત્રણ દિ'માં ર૩ ભૂતિયા નળ કટ્ટઃ ૧ લાખનો દંડ

પાણી ચોરીના કુલ ૬૯ કિસ્સા ઝડપી લેવાયાઃ વોર્ડ નં. ૭માં સતત ત્રીજા દિવસે પાણી ચોરી કરનારા ૭ ઝડપાયાઃ મધુ પ્રિન્ટીંગ પ્રેસ સહીતનાઓને ૧૯ હજારનો દંડ

રાજકોટ તા. ૧ર : મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણી ચોરી અટકાવવાની ચેકીંગ ઝૂંબેશ સતત ચાલુ છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં ચેકીંગ સ્કવોર્ડ શહેરભરમાંથી કુલર ૩ ભૂતિયાનળ કાપી અને પાણી ચોરીના કુલ ૬૯ કીસ્સા ઝડપી લિધા હતા અને પાણી ચોર કરનારા તમામને કુલ્ ૧ લાખનો દંડ ફટકાર્ય હતો.

રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્ત્િ। અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓણી તપાસ ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં તા. ૦૯ થી તા. ૧૧- દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગનાં ૬૪ કિસ્સા અને ૨૩ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં. ડાયરેકટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ.૧,૦૨,૫૦૦/-નો દંડ વસૂલ કરાયો હતો.

દરમ્યાન શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૪૭૭૧ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેકટ પમ્પિંગનાં ૨૪ કિસ્સાઓમાં ઇલેકિટ્રક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જયારે ડાયરેકટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

અહી તે ઉલ્લેખનીય છે કે, તારીખૅં ૧૩-૦૩-૨૦૧૯ થી તારીખૅં ૧૧-૦૪-૨૦૧૯ દરમ્યાન રાજકોટ મહાનગર પાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગનાં ૧૬૩ કિસ્સા અને ૩૧ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં. ડાયરેકટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ.૨,૧૧,૦૧૦/-નો દંડ વસૂલ કરાયો હતો. અને ત્રણેય ઝોનમાં કુલ ૧૭૧૭૯ મકાનોમાં ચેકિંગ કરાયું હતું અને ડાયરેકટ પમ્પિંગના ૭૨ કિસ્સાઓમાં ઇલેકિટ્રક મોટર જપ્ત કરવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્ત્િ। અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં ૧૧-૦૪-૨૦૧૯ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૦૭ની ટીમ દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગ કરતા ૦૭ આસામીઓ પાસેથી બબ્બે હજાર રૂપિયા લેખે કુલ મળીને રૂ.૧૪,૦૦૦/-નો દંડ તથા પાણીનો બગાડ કરતા ૦૧ આસામી પાસેથી રૂ. ૨૫૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

જે આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં પાણીનો બગાડ કરનાર (૧) શ્રી મધુ પ્રિન્ટીંગ-સુરેશભાઈ તથા ડાયરેકટ પમ્પિંગના કેસમાં  (૧) શ્રી શૈલેશભાઈ ગૌસ્વામી, વિજયપ્લોટ શેરી-૧૨ (૨) શ્રી નટવરસિંહ ડોડીયા, વિજયપ્લોટ શેરી- ૨૭ (૩) શ્રી ભાવિનભાઈ ગડોદરા, વિજયપ્લોટ શેરી-૨૭ (૪) શ્રી મહેશભાઈ સોલંકી, વિજયપ્લોટ શેરી-૧૮ (૫) શ્રી ગીરીશભાઈ છોટુભાઈ, વિજયપ્લોટ શેરી-૧૮ (૬) શ્રી નીખીલભાઈ, વિજયપ્લોટ શેરી-૧૧ (૭) શ્રી તથા શ્રી સંજયભાઈ બુધ્ધાભાઈ, વિજયપ્લોટ શેરી-૨૬ નો સમાવેશ થાય છે.

ઉપરોકત કામગીરી મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અન્વયે વોર્ડ નં.૦૭ માં ટીમ લીડર કાશ્મીરાબેન વાઢેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફિસર શ્રી હેમાન્દ્રીબા ઝાલા તેમજ ડે. ઈજનેર વસાવા, એ.ટી.પી. વસાવા, કેતન ગોંડલીયા, તેમજ ઉમરાણીયા ડ્રેનેજ, રમેશભાઈ ઠાકર તેમજ ગગજીભાઈ ફીટર દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.

(3:50 pm IST)