Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

આજીડેમ ચોકડી રવિવારી બજારના ગેઇટ પાસે અજાણ્યા યુવાનનું મોત

રાજકોટ તા.૧૨: આજીડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજારના ગેઇટ પાસે અજાણ્યા યુવાનનું બીમારીના કારણે મોત નિપજયું હતું.

મળતી વિગતો મુજબ આજીડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી બજારના ગેઇટ પાસે એક ૩૦ વર્ષનો અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની જાણ કોઇએ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર.બી. વાઘેલા તથા એએસઆઇ પંકજભાઇ દિક્ષીત અને રાઇટર વિપુલભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાને આછા કાલા કલરનું પેન્ટ તથા સફેદ કાળી ડીઝાઇન વાળો આખી બાયવાળો શર્ટ પહેરેલ છે. તેના જમણા હાથ પર જુનુ વાગેલાનું નિશાન ે. તેનું બીમારી સબબ મોત નિપજયું હોવાનું જાણવા મળ્યું છે. જો કોઇ આ યુવાનના વાલી વારસ હોય તો આજીડેમ પોલીસ સ્ટેશન ફોન નં. ૭૪૩૩૦ ૮૧૪૮૦૮ તથા પીએસઆઇ વાઘેલા મોબાઇલનંબર ૯૮૭૯૭ ૪૫૦૨૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(૧.૫)

(12:00 pm IST)