Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

શ્રી બુટ ભવાની માતાજીનો કાલથી બેદિવસીય ચતુર્થં પાટોત્સવ

નૂતન વસ્ત્ર પરિધાન કરી, આંગણે રંગોળી પુરીએ, ટોડલે તોરણ બંધાવીએ અને અતિવહાલથી, ઉમંગપુર્વક, વાજતે-ગાજતે સકલસિધ્ધદાત્રી, જગતજનની આદ્યશકિત જગદંબા સ્વરૂપા આરાધ્ય : શ્રી અરણેજ પૂર્ણિમા ભકત સમુદાય-રાજકોટ દ્વારા ભવ્ય આયોજન : સામૈયુ, રાસની રમઝટ,સંતવાણી, છપ્પનભોગ દર્શન, મંત્રજાપ, સહસ્ત્રનામ પાઠ પુજા, મહાઆરતી,મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

'અકિલા' કાર્યાલય ખાતે કાર્યક્રમ અંગેની વિગતો વર્ણવતા આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧ર : શ્રી અરણેજ પૂર્ણિમા ભકત સમુદાય - રાજકોટ દ્વારા કાલે તા.૧૩ અને તા.૧૪ના રોજ અરણેજધામ, સોની સમાજની વાડી, ખીજડા મામા સાહેબ પાસે રાજકોટ ખાતે આદ્યશકિત શ્રી બુટ ભવાની માતાજીનો ચતુર્થ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે.

જે અંતર્ગત પ્રથમ દિવસે તા.૧૩ શનિવારે બપોરે ૩ કલાકે સામૈયુ બાલાજી એપાર્ટમેન્ટ, રૈયાનાકા મેઇન રોડથી પ્રારંભ થઇને ઉત્સવ સ્થળ સોની સમાજની વાડી ખિજડા શેરી પહોચશે. આ સામૈયામાં માતાજી બળદગાડામાં બીરાજમાન હશે. તેમજ કિન્નર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. સાંજે ૭ થી ૮ રાસની રમઝટ થશે. જયારે સંતવાણી રાત્રે ૯ કલાકે કલાકાર પરબતભાઇ ચાવડા તથા જાગૃતિબેન ગોહેલ રજૂ કરશે.

બીજા દિવસે તા.૧૪ રવિવારે છપ્પનભોગ દર્શન તેમજ મંત્ર જાપ સવારે ૯ થી બપોરે ર કલાક સુધી દર્શન સાથે ઁ શ્રી બુટભવાની માતાય નમઃ મંત્ર જાપ સમુહમાં થશે. પ્રસાદ બપોરે ૧૨-૩૦ કલાકે બ્રાહ્મણ ભોજન તથા કુંવારીકા ભોજન યોજાશે. સહસ્ત્રનામ પાઠ પૂજા બપોરે ૩ કલાકે યોજાશે.

આ તકે સાંજે ૬ થી ૭-૧૫ કલાકે ઉપસ્થિત ગુરૂજી એવમ મહાનુભાવોના પ્રવચન યોજાશે. મહાઆરતી સાંજે ૭-૩૯ કલાકે (ચોકકસ સમયે) કુંવારીકા તેમજ કિન્નર સમાજના હસ્તે થયા બાદ મહાપ્રસાદ રાત્રે ૮-૩૦ કલાકે યોજાશે.

રાજકોટના વિધ્વાન ભૂદેવ રમાકાંત મહારાજ તથા તેમના સુપુત્ર જીજ્ઞેશભાઇ શાસ્ત્રોકત વિધીથી પૂજન પાઠ કરાવશે.

આ સેવાયજ્ઞમાં સોની કુંવરજીભાઇ મકાનજીભાઇ આડેસરા (કૃષ્ણ જવેલર્સ), ગૌ.વા.પ્રફુલાબેન વલ્લભદાસ મઘડીયા (રીયા જવેલર્સ), શ્રી કાંતીલાલ મોતીલાલ પારેખ (નિલેશ પારેખ, દુબઇ), પ્રભુદાસ શાંતીલાલ પારેખ (શિલ્પા જવેર્લ્સ), દિલીપભાઇ મણીભાઇ રાણપરા (પ્રમુખશ્રી સોની સમાજ), પુનિતાબેન હસમુખભાઇ પારેખ (ઉપપ્રમુખ સોની સમાજ), ગીરીશભાઇ પિતાંબરદાસ પારેખ, દિનેશભાઇ જયંતીલાલ આડેસરા (કિશન), દિલીપભાઇ નંદલાલ આડેસરા (જે.ડી), વસંતભાઇ ત્રંબકલાલ તુરખીયા (વીટી) સહભાગી થયા છે.

છપ્પનભોગ દર્શન સમય દરમિયાન ઓમ શ્રી બુટભવાની માતાય નમઃ મંત્રના સમુહ જાપનું આયોજન કરવામાં આવ્યુ છે.

વધુ માહિતી માટે મયુરભાઇ મઘડીયા (મો. ૯૮૨૫૬ ૧૯૩૧૧), નિમેશભાઇ આડેસરા (મો. ૭૦૪૧૪ ૦૦૦૦૯), મુરલીભાઇ આડેસરા (મો.૯૬૨૪૩ ૯૬૨૫૫), રાજુભાઇ આડેસરા (મો. ૯૮૨૫૩ ૧૪૨૨૫), રસીકભાઇ આડેસરા (મો. ૯૮૨૫૧ ૫૨૮૩૩), કલ્પેશભાઇ પારેખ (મો.૯૮૨૫૪ ૨૦૬૬૩), બાલમુકુંદભાઇ આડેસરા (મો. ૯૮૨૪૨ ૨૪૧૯૮), રશ્મિનભાઇ આડેસરા (મો.૯૯૦૪૫ ૫૫૪૫૫), હિરેનભાઇ આડેસરા (મો.૯૨૨૮૩ ૦૯૦૯૧), જયંતલાલ પારેખ (મો.૯૮૭૯૦ ૭૩૦૮૮), હર્ષદભાઇ પારેખ (મો.૯૮૨૫૨ ૫૬૦૧૭) ઉપર અથવા ઉત્સવની વિશેષ માહિતી નિશાંતભાઇ આડેસરા મો. ૯૮૯૮૧ ૧૬૭૭૦, ૯૯૯૮૮ ૬૧૫૦૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

શ્રી બુટભવાની માતાજીનો ઇતિહાસ

બુટભવાની માતાજીના ઇતિહાસ વિશે એમ કહેવાય છે કે બુટભવાની માતાજી ચારણકુળમાં પ્રગટ થયેલા. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાજીના ભકત હતા અને આઇશ્રી દેવળબાને ત્યાં એમ ત્રણે દિકરીઓ પ્રગટ થયેલા તેમાં બુટભવાની માતાજી, બલાડ માતાજી તેમજ બહુચર માતાજી. એ રીતે જોવા જઇએ તો બુટભવાની માતાજી ભાલ પંથકમાં પ્રગટ થયેલા. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાપડકા ગામે જેઠવાની ધારે આશરે ૨૫૦ વર્ષ પહેલા બુટભવાની માતાજીનો ઉપાસક મેરિયો ભુવો થઇ ગયો. મેરિયો ભુવો માતાજીની તન,મન અને ધનથી ભકિત કરતો અને બુટભવાની માતાજી તેની સાથે પડદે વાતો કરે છે પણ તમે મને સન્મુખ દર્શન આપો. ત્યારે માતાજીએ કહેલું કે દિકરા મને તું નહી ઓળખી શકે ત્યારે માતાજીએ કહેલું કે અમો ચારણના દિકરીના જગદંબા છીએ છતા પણ મેરિયો ભુવો વારંવાર માતાજી આગળ પ્રાર્થના કરે છે. માતાજીએ કહેલું કે દિકરા હું તને સન્મુખ દર્શન આપીશ. તે જ સમયગાળામાં નવરાત્રી શરૂ થવાના પ્રારંભે મેરિયો ભુવો માતાજીના નવરાત્રીનો પુજાપો લેવા સાપડકા ગામેથી હળવદ સુર્ય ઉદય થતા પોતાનું બળદ ગાડુ લઇ જતો હતો. તે જ સમયે રસ્તામાં જગદંબા બુટભવાની માતાજી ડોશીના સ્વરૂપમાં પસ, પશ્રં તેમજ કંગાળ અવસ્થાના સ્વરૂપે ઉભેલા હતા. તે સમયે મેરિયા ભુવાને માતાજી કહે છે કે મને તારા બળદ ગાડામાં હળવદ સુધી લઇ જા. મારી તબિયત સારી નથી અને હું ચાલી શકતી નથી. ત્યારે મેરિયા ભુવાએ કહેલ આઘી જા ડોશી મારૂ ગાડું અભડાઇ જાય. હું તો હળવદ બુટ ભવાની માતાજીનો પુજાપો લેવા જાઉં છુ. તે જ સમયે સુર્ય આથમતાની વેળાએ હળવદથી સાપકડા મેરિયો ભુવો સાપકડા ગામે આવતો હતો. હળવદ અને સાપકડા વચ્ચે મા જગદંબા બુટભવાની માતાજી સોળ વર્ષની સુંદરીના રૂપમાં ઉભા હતા. ત્યારે મેરિયા ભુવાને માતાજીએ કહ્યુ એ ભાઇ મને તારા બળદ ગાડામાં સાપકડા ગામ સુધી બેસાડને.

ત્યારે માતાજીને મેરિયા ભુવાએ કહેલું બેન મારા બળદ ગાડામાં બેસી જાઓ. ત્યારે બળદ ગાડું દસથી પંદર વીસ ડગલા ચાલતા મેરિયા ભુવાએ બુટભવાની માતાજી પર કુદ્રષ્ટિ કરતા જ બુટભવાની માતાજીએ મેરિયા ભુવાને હળવદ અને સાપકડા વચ્ચે જેઠવા ધારના કાંઠે મારી નાંખ્યો ત્યાથી માતાજીરૂએ સ્વરૂપે અરણેજ ગામે આવ્યા. એ સમયે અરણેજ ગામ ઘટાટોપ જંગલથી લદાયેલુ હતુ અને તે સમયે અરણેજ ગામના કારડીયા રાજપુત સમાજમાં થઇ ગયેલ કાળાબાપા તેમજ ધોળાબાપા બંને ભાઇઓ માતાજીના ઉપાસક હતા. તે સમયે બંને ભાઇઓને માતાજી રાત્રીના સ્વરૂપના આવેલા અને કહેલુ કે આ ગામના પાદરે આ વડમાં મારી મુર્તિ અને ભાઇઓ માતાજી રાત્રીના સ્વરૂપનામાં આવેલા અને કહેલુ કે આ ગામના પાદરે આ વડમાં મારી મુર્તિ અને ચોખા ચુંદડી છે અને અમે ચારણના દિકરી છીએ. તે સમયે ત્રણ રાત્રી સુધી બંને ભાઇઓને માતાજી સ્વપ્નમાં આવતા હતા. તેમજ કાળાબાપા તેમજ ધોળાબાપાએ કહેલુ, માડીએ વડ નીચે બ્રિટીશ સરકારના સૈનિકો અહીયા રાત દિવસ આરામ કરે છે. જો આ વડને કાપીએ તો અમારા રાઇ રાઇ જેવા કટકા કરી નાખે. તે સમયે માતાજીની કૃપાથી આપોઆપ વડ સુકાઇ ગયો.

તે સમયે બુટભવાની માતાજીની મુર્તિ અને ચોખા, ચુંદડી નીકળ્યા. તે સમયે માતાજીની મુર્તિની પ્રતિષ્ઠા કરી, બ્રિટીશ સરકારના સૈનિકોએ કાળાબાપા તેમજ ધોળાબાપાને શિક્ષા કરવા માટે માથે મોભડા લટકાવ્યા ત્યારે માતાજીની કૃપાથી બંને ભાઇઓના મોભડા ઉંચા રહ્યા. તે જ સમય ગાળામાં વડોદરા ગાયકવાડ સ્ટેટ, દામાજી રાજા અમરેલી પાસે ખાંભા જીતવા જતા હતા ત્યારે માતાજી દામાજી રાજાને સ્વપ્નામાં આવ્યા અને કહેલું કે તારે ત્યાં દિકરી જન્મશે અને તારી ઘોડીને વછેરો આવશે અને તારા દિકરાને લાખાનું નિશાન હશે અને તારા ભાલા પર ચકલી ફરકતી હશે અને તુ ખાંભા જીતી આવીશ. બુટભવાની માતાજીની કૃપાથી દામજી, ગાયકવાડ સ્ટેટ, વડોદરાએ સાણંદ અને ગાંગડ સ્ટેટ ભઇયાત પાસેથી અરણેજ ગામ વેચાતુ લઇ બુટભવાની માતાજીને કપડા તરીકે અર્પણ કર્યુ. તે અરસામાં અમદાવાદથી ભાવનગર રેલ્વે લાઇન નખાતી હતી. તે સમયે બ્રિટીશ સરકારના રેલ્વે ઇજનેરોએ રેલ્વે લાઇન નાખી દીધે ત્યારે ગાડી ચાલુ કરતા જ તે સમયે રેલ્વેના ડબ્બા તેમજ પાટા વેરવિખેર થઇ ગયા. એવુ બે ત્રણ વાર બનતા બ્રિટીશ સરકારના ઇજનેરોને લાગ્યુ કે અહી કોઇ દૈવી શકિતનો વાસ છે. તે સમયે અરણેજ બુટભવાની માતાજીને સવા રૂપિયો, નાળીયેર અને ચુંદડી દિવાના લેખે બ્રિટીશ સરકારના વખતથી વર્ષાસન આપવામાં આવે છે. હાલમાં સેન્ટ્રલ ગર્વમેન્ટ (ભારત સરકાર) તરફથી આ પ્રથા ચાલુ છે. અરણેજ ગામના સીમાડેથી રેલ્વે ગાડી નીકળે ત્યારે સલામ (વ્હીસલ વગાડીને) કરીને જાય છે. તેમજ બુટ ભવાની માતાજી સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, કારડીયા રાજપૂત, તુરખીયા, પટેલ, પંચાલ, સુથાર અને વાણંદ વગેરે ૬૪ જ્ઞાતિના માં જગદંબા બુટભવાની માતાજી કુળદેવી છે.

બુટભવાની માતાજી તરફથી બંને ટાઇમ સાત્વીક ભોજનની (અન્નક્ષેત્ર)ની સુંદર સુવિધા છે. ટોકન રૂ. પ લેખે દરેક યાત્રાળુઓને જમાડવામાં આવે છે. તેમજ દર રવિવારે મિષ્ટાન પણ જમાડવામાં આવે છે. આ મંદિરે દર રવિવાર તથા દર મંગળવાર અને પુનમ તેમજ દર સંકટચોથના દિવસે અર્ચના કરવા યાત્રાળુઓની માનવમેદની ઉમટે છે. આ મંદિર શકિતપીઠ તરીકે પુજાય છે. તેમજ બુટ ભવાની માતાજીની આખા દિવસમાં પાંચ આરતી છે. આ મંદિરે ચૈત્ર સુદ પૂનમનો માતાજીનો મેળો ભરાય છે. ચૈત્ર સુદ તેરસ માતાજીના જન્મદિન તરીકે ઉજવાય છે. આ મંદિરે આવવા માટે અમદાવાદ તથા બાવળા, ધંધુકાથી એસટી બસોની સવલત છે. તેમજ અમદાવાદથી બોટાદ જતી તમામ લોકલ ટ્રેનો અરણેજ રેલ્વે સ્ટેશન સ્ટોપેજ અપાયેલ છે. અમદાવાદથી અરણેજ આવવા માટે વાયા બાવળા, બગોદરા, અરણેજ હાઇવે સુધીના સિતેર કીમી છે. પરદેશના યાત્રાળુઓને આવવા માટે અમદાવાદ હવાઇ મથકેથી વાયા બાવળા, બગોદરા, અરણેજ સુધીના એસી કીમી થાય છે.

માં બુટભવાની

હિન્દુ સંસ્કૃતિના વિવિધ જ્ઞાતિઓની કુળદેવી તરીકે પુજાતા માતાનુ અનેરૂ મહત્વ છે. હળવદથી આશરે પંદર કીમી દૂર આવેલુ સાપકડા ગામ બુટભવાની માતાજીના જન્મ સ્થાન તરીકે જાણીતુ છે. આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. સદીઓ પહેલા બાપલદેથા નામના દેવીપુત્ર ચારણ જેઓ ઘોડાના વેપાર અર્થે સિંધમાંથી સૌરાષ્ટ્ર કચ્છ સુધી આવતા હતા. તેના પત્ની મીનલદેવ પણ કયારેક કયારેક તેમની સાથે આવતા હતા. વ્યવસાયના કારણે સૌરાષ્ટ્રનો સંપર્ક વકતા દંપતીએ પોતાના જીવનનો ઉતરાર્ધ સૌરાષ્ટ્ર પ્રાંતના સર્પકુંડ નામના તીર્થમાં વિતાવવાનો નિર્ણય લીધો છે. આ વિસ્તારમાં કેટલાક જ્ઞાતિજનો સાથે નેશ બાંધીને નિવાસ કર્યો. આ દંપતિને માતાજીમાં ભારે શ્રધ્ધા હતી. બંને પોતાનો સમય માતાની સેવામાં ગાળતા, બાપલદેથા તથા પત્ની મીનળદેવીને શેરમાટીની ખોટ હતી.

સમય થતા હિંગળાજ માતાજીએ પોતાના ભકત બાપલદેથાની પરીક્ષા લેવાનુ વિચાર્યુ. તેથી માતાજીએ ગાયનું રૂપ ધારણ કરી સાંજે સિંહના આક્રમણનું દ્રશ્ય ઉભુ કર્યુ હતુ. ગાયની રક્ષા કાજે બાપલદેથા પોતાનુ પ્રાણનું બલીદાન આપવા વચ્ચે પડયા ત્યારે ક્ષણવારમાં જ ગાય તથા સિંહ અદ્રશ્ય થઇ માતાજી પ્રગટ થયા અને વરદાન માંગવા જણાવ્યુ. બાપલદેથાએ શેર માટીની ખોટ પુરી કરવા આજીજી કરી. આ આજીજીના કારણે સમય જતા બાપલ દેથાના ઘેર જગદંબા અવતાર બુટભવાનીએ જન્મ લીધો હતો.

બુટભવાની નામ કંઇ રીતે પડયું

વરસાદ આપતી વખતે માતાજીએ કહ્યુ હતુ કે, આજથી નવ માસ બાદ તારા ઘેર દિકરીનો જન્મ થશે અને નિશાની માટે એ દિકરીની બંને કાનની બુટ વિંધાયેલી જન્મે તો માનજે કે તને આપેલા વરદાન મુજબ હું પોતે અવતાર ધારણ કરી આવી છે. આ નિશાની મુજબ જ માતાજીએ અવતાર ધારણ કર્યો તેથી જગદંબા બુટભવાનીના નામે પ્રસિધ્ધ થયા હતા.

ઘોડાનુ ચમત્કારીક પેગડુ

બુટભવાની માતાજીનો જન્મ અંદાજીત વિક્રમસંવત ૧૪૫૧ની અષાઢ સુધી બીજના રોજ થયો હતો. માતાજીના પિતા બાપલદેથાનો ખાસ માટીનો એક ઘોડો હતો. એ ઘોડા ઉપર બાપલદેથા અને લાકડીપુત્રી બુટભવાની સિવાઇ કોઇપણ વ્યકિત આ ઘોડા પર સવારી કરી શકતી ન હતી. આજે વર્ષો પછી પણ એ જ ઘોડાનું જર્જરીત પેગડુ મંદિરના લઘુમહંત મહિપતરામ બાપુ પાસે મોજુદ છે.

(4:05 pm IST)