Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

રાજકોટ કલેકટર તંત્ર દ્વારા ચૂંટણી માટે ૧૧૩ એસટી બસો મંગાઇ : ર દિ' અપાશે

રાજકોટ, તા. ૧ર : રાજકોટ એસટી ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા ચૂંટણી સંદર્ભે કુલ ૧૧૩ એસટી બસોની ડીમાન્ડ મૂકાઇ છે અને તે પ્રમાણે તા. રર-ર૩ એમ બે દિવસ કલેકટરના હવાલે બસો મૂકાશે. તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ કલેકટર તંત્રને ૧૧૩ તો મરબી જીલ્લા માટે ૧પ બસો ફાળવાશે. આ બસો અપાતા પણ મુસાફરોને કોઇ તકલીફ નહીં પડે. તમામ બસો તા. ર૩ના મોડી રાત સુધીમાં પાછી ફરશે.

(11:57 am IST)