Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

દ્રઢ સંકલ્પથી પણ સ્વસ્થ રહી શકાયઃ ડો. મુનિ મદનકુમારજી

તેરાપંથના પૂ. સિદ્ધાર્થમુનિજી તથા પૂ. મદનકુમારજી 'અકિલા'ના આંગણે પધાર્યા : મુનિ. પૂ. સિદ્ધાર્થકુમારજીએ 'લાઇફ'માં ધ્યાનના પ્રયોગો કરાવ્યા

રાજકોટઃ તેરાપંથના સાધુઓ રાજસ્થાનથી વિહાર કરીને કચ્છ થઇને રાજકોટ પધાર્યા છે. પૂ. ડો. મુનિ મદનકુમારજી અને પૂ. મુનિ સિદ્ધાર્થ કુમારજી આજે સવારે 'અકિલા'ના આંગણે પધાર્યા હતા અને માંગલિકનો લાભ આપ્યો હતો. 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ મુનિશ્રીઓનું ભાવભેર સ્વાગત કર્યું હતું. તસ્વીરમાં 'અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પૂજય મુનિશ્રીઓ નજરે પડે છે.

'અકિલા'ની મુલાકાત પૂર્વે રેસકોર્સ ખાતે 'લાઇફ'માં પૂ. મુનિશ્રીઓનો કાર્યક્રમ આયોજિત થયો હતો.

લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-પ્રોજેકટ 'લાઇફ', રેસકોર્સ રીંગ રોડ ખાતે ડો. મુનિ મદનકુમારજી અને મુનિ સિદ્ધાર્થ કુમારજી દ્વારા 'પ્રેક્ષ યોગ અને માનસિક શાંતિ' વિષય પર પ્રવચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. મુનિ મદનકુમારજી લોકોને સંબોધન કરતા કહ્યું કે સંકલ્પથી સ્વસ્થ રહી શકાય છે. સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે દિવસમાં એક કલાક સીધું બેસીને શ્વાસ અને પ્રશ્ વાસ સાચી રીતથી લેવું. આ સાથે ઓછું ખાવુ, યોગ અને ધ્યાન નિયમિત કરવું અને તનાવમુકત રહેવું જરૂરી છે. બીજા લોકો પ્રત્યે મંગલભાવના રાખવી જરૂરી છે. ચંચલતા અને આવેશમાં કોઇપણ નિર્ણય લેવો ન જોઇએ એ નુકશાન કર્તા હોય છે. માટે મન જયારે શાંત હોય ત્યારે કોઇપણ નિર્ણય લઇ શકાય. મુનિ સિદ્ધાર્થ કુમારજી મનની શાંતિ માટે લોકોને ધ્યાનના પ્રયોગો કરાવ્યા હતાં. મુનિશ્રીના પ્રવચનમાં ચન્દ્રકાંત શેઠ ઉપસ્થિત રહ્યા હતા અને મુનિશ્રીને નિવેદન કર્યું કે તેઓશ્રી વધારે સમય માટે રાજકોટમાં પ્રવાસ કરે જેથી રાજકોટના લોકો મુનિશ્રીના જ્ઞાનનો લાભ લઇ શકે.(તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:36 pm IST)