Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

નવનાથ સેવા ચેરી. ટ્રસ્ટની અપીલ 'ગોરખધંધા' શબ્દ ન વાપરો

ગુરૂ ગોરખનાથજી નાથ સંપ્રદાયના સિધ્ધ યોગી છેઃ દિવ્ય વિભૂતિના નામ સાથે નકારાત્મકત પ્રવૃત્તિનો ઉલ્લેખ શોભાસ્પદ નથી

તંત્રીશ્રી,

જય ભારત સાથ જણાવવાનું કે આપનાં અખબાર, ન્યુઝ પેપરોમાં અવારનવાર કોઇપણ ખરાબ બનાવ કે ગુન્હાહિત પ્રવૃતિ સમાચારમાં ઘણીવાર ''ગોરખધંધા'' શબ્દ હેડલાઇનમાં પ્રસિધ્ધ થતું હોય છે તેથી અમારી ધાર્મિક લાગણી દુભાતી હોય દુઃખ થતું હોવાથી એ શબ્દોનો પ્રયોગ ન કરવા અમે આપ સર્વેને આગ્રહભરી નમ્ર અપીલ વિનંતી કરીએ છીએ અમે પણ જાણીએ છીએ કે આપશ્રી ગોરખ શબ્દથી અજાણ હશો તથા અર્થ ન જાણવાનું પણ કારણ હોય શકે માટે શ્રી નવનાથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક તથા પરમનાથ ભકતશ્રી જાનીદાદા આ માટે આપને ટુંકમાં ગોરખ શબ્દ ઉપર પરીચયને પ્રકાશ પાડવા માંગે છે. શ્રી ગુરૂ ગોરખનાથ નાથ સંપ્રદાયના સિધ્ધ મહાયોગી અને નવનાથમાં પ્રમુખ સ્થાનેશ્રી ગોરખનાથજી છે જેને જગતમાં યોગમાર્ગ યોગીઓનો પ્રવાહ સ્થાપીત કર્યો ને દેવોના દેવ મહાદેવ આદીનાથે તેમનું જ બીજું રૂપ એટલે કે શ્રી ગુરૂ ગોરખનાથજી છે જે બાલ બ્રહ્મચારી જયોતિ સ્વરૂપ છે ને શિવ, મહાદેવ ગૃહસ્થી સંસારીરૂપ છે ખુદ મહાદેવે પોતાના જ હૃદયકમળથી એક જયોતિ ઉત્પન્ન કરીને પોતાના જ નાથ સ્વરૂપને જયોતિમાં ગુરૂ ગોરખનાથજીના રૂપમાં પ્રગટ કર્યું આ પ્રકારે માયાથી પર સંપુર્ણ જતી, સતી રૂપમાં અર્થાત શ્રી શંમ્ભુજતી ગુરૂ ગોરખનાથજીનું પ્રાગટય થયું તે નિર્ગુણ, નિરાકાર થઇને પણ સગુણ સાકાર રૂપમાં અત્યંત પ્રિય થયા ને જગતને યોગ માર્ગ પ્રદાન કર્યો ગુરૂ ગોરખનાથજી સ્વયં શિવ મહાદેવ જ છે તે જયોતિ સ્વરૂપ છે કલીયુગમાં આપણા જુનાગઢ ગીરનાર પર નવનાથ સિધ્ધ ચૌર્યાસી ના બેસણાને તેઓ સ્વયં ત્યાં બિરાજમાન છે ગોરખ ટુંક પણ છે જે અમારાનાથ ગોરખનાથનું નામ કોઇપણ ખરાબ ગુન્હાહીત બનાવમાં આવતું હોવાથી અમને દુઃખને અમારી ધાર્મિક લાગણી ને ઠેસ પહોંચતી હોવાથી આપ સર્વે તંત્રીશ્રીઓને મારી ખુબ જ નમ્ર વિનંતી અપીલ કરૃં છું કે હવે પછીથી 'ગોરખધંધા' શબ્દનો ઉપયોગ આપના અખબારમાં ન થાય એવી આપ સૌની વિનંતી આશા સાથ.

ધર્મેશ એન. જાની

પ્રમુખશ્રી નવનાથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ

(3:35 pm IST)