Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

વાહન ચોરીના ગુનાઓમાં સામેલ રૈયાધારના લક્ષમણને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો

માલવીયાનગર પોલીસે વોરન્ટની બજવણી કરી વડોદરા જેલમાં મોકલ્યો

રાજકોટ તા. ૧૨: પોલીસ કમિશનરે ગુના કરવાની  ટેવ ધરાવનારા સામે લોકસભાની ચૂંટણી અન્વયે કડક કાર્યવાહી શરૂ કરાવી છે. તે અંતર્ગત વધુ એક શખ્સને પાસામાં ધકેલાયો છે. રૈયાધાર સ્લમ કવાર્ટર સામે મફતીયાપરામાં રહેતાં લક્ષમણ કેશાભાઇ વઢીયારા (દેવીપૂજક) (ઉ.૪૦) સામે અગાઉ માલવીયાનગર , યુનિવર્સિટી, થોરાળા અને એ-ડિવીઝન પોલીસ મથકમાં વાહનચોરીના ગુના દાખલ થયા હોઇ તેને પાસામાં ધકેલી દેવા હુકમ કરતાં તેને વડોદરા જેલમાં મોકલાયો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લક્ષમણને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર કરતાં માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમા, પીએસઆઇ જે. એસ. ચંપાવત, એએસઆઇ પરેશભાઇ જારીયા, વેલુભા પી. ઝાલા, હેડકોન્સ. જાવેદહુશેન રિઝવી, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, અરૂણભાઇ બાંભણીયા, મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા અને જયદિપસિંહ જાડેજાએ બજવણી કરી હતી.

(3:28 pm IST)