Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પ્રદેશ કોંગ્રેસ સહમંત્રીપદે મયુરસિંહ જાડેજા

યુવા ક્ષત્રિય આગેવાન અને પૂર્વ કોર્પોરેટર સતુભા જાડેજાના પુત્ર

રાજકોટ,તા.૧૨: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટના યુવા ક્ષત્રીય આગેવાન શ્રી મયુરસિંહ સતુભા જાડેજાની નિમણુક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી તરીકે કરવામાં આવેલ છે. આ નિમણુક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની સીધી સુચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.

શ્રી મયુરસિંહ જાડેજા વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ હોય અને તેઓ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે ફરજ નિભાવી ચુકયા છે અને હાલમાં તેઓના ધર્મપત્ની શ્રીમતી ધર્મિષ્ઠાબા જાડેજા વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર તરીકે સેવા બજાવી રહ્યા છે. તેમજ તેઓના પિતાશ્રી સતુભા જાડેજા પૂર્વ કોર્પોરેટર તરીકે સેવા બજાવી ચૂકેલ છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ શ્રી રાહુલ ગાંધીએ કાર્યકરોને જે વચન આપેલ હતું કે શકિત પ્રોજેકટ દ્વારા તમારી પોતાની જેટલી સક્રિયતા સાબિત કરશો તે મુજબ તમોને પોસ્ટ પર આવતા કોઈ રોકી નહિ શકે તે મુજબ રાહુલ ગાંધીએ પોતાના આપેલ વચનનો અમલ સમગ્ર ભારતભરમાં કરી રહ્યા છે. તેના સ્વરૂપે જ શ્રી મયુરસિંહ જાડેજાએ શકિત પ્રોજેકટમાં સક્રિયતા સાબિત કરી તે માટે તેની સક્રિયતા મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી બનાવવામાં આવેલ છે. તેઓને બ્રિજેશભાઈ મેરજા, અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપૂત, ડો.હેમાંગભાઈ વસાવડા, દિનેશભાઈ મકવાણા, જશવંતસિંહ ભટ્ટી, વશરામભાઈ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, પ્રદીપભાઈ ત્રિવેદી, ડો.ઉર્વશીબેન પટેલ, રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા, ગોપાલભાઈ અનડકટ, જેન્તીભાઈ બુટાણી, નીલેશભાઈ મારું, મેનાબેન જાદવ, ગીતાબેન પુરબીયા, અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણણી, સીમીબેન જાદવ, રેખાબેન ગજેરા, મનસુખભાઈ કાલરીયા, ઘનશ્યામસિંહ એ.જાડેજા, પરેશભાઈ હરસોડા, પારૂલબેન ડેરર, વસંતબેન માલવી, વિજય વાંક, સંજય અજુડિયા, ઉર્વશીબા જાડેજા, જાગૃતિબેન ડાંગર, રવજીભાઈ ખીમસુરીયા, માંસુબેન હેરભા, ભાનુબેન સોરાણી, મકબુલ દાઉદાની, રસીલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે, હારૂનભાઈ ડાકોર, વલ્લભભાઈ પરસાણા, ઘનશ્યામસિંહ એન.જાડેજા, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે શુભેચ્છાઓ પાઠવી હતી

(3:23 pm IST)