Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા લોધીકામાં મહિલા સેમીનાર

રાજકોટ :.. ૮ માર્ચ વિશ્વ મહિલા દિનની ઉજવણી તથા મહિલા સશકિતકરણ અંતર્ગત રાજકોટ જીલ્લા સહકારી સંઘ તથા નવજીવન લોક કલ્યાણ ટ્રસ્ટ, ઉપક્રમે લોધીકા મુકામે જીલ્લા કક્ષાનો મહિલા સેમીનાર યોજવામાં આવેલ. આ સેમીનારનું પ્રમુખ સ્થાન જીલ્લા સંઘનાં ડીરેકટરશ્રી મુકેશભાઇ તોગડીયાએ સંભાળેલ. આ સેમીનારનું દિપ પ્રાગટય મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ. આ સેમીનારમાં લોધીકાના આગેવાન શ્રી જયંતીભાઇ વસોયા, જીલ્લા સંઘના ડીરેકટરશ્રી ધીરૂભાઇ ધાબલીયા, નવજીવન ટ્રસ્ટ, લોધીકાના હેડ ફાધર થોમસ, સીસ્ટર દિપા, માજી તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહભાઇ જાડેજા, તાલુકા પંચાયત સભ્ય મુકેશભાઇ કમાણી, જીલ્લા સંઘ મહિલા સમિતિ સભ્ય શ્રી સીસ્ટર ટેસી, ટી. ડી. ઓ. લોધીકા મીરાબેન, મામલતદાર, લોધીકા પ્રજાપતિ, સેલ્ફ હેલ્પ ગ્રુપના કો. ઓર્ડીનેટરશ્રી સોનલબેન, અલ્કાબેન, તેમજ જીલ્લા સંઘના એકઝી. ઓફીસર શ્રી પરેશભાઇ ફેફર, સી. ઇ. આઇ. શ્રીએ જે. ઘેટીયા વગેરે ઉપસ્થિત રહેલ. સેમીનારની શરૂઆત ગામની બાળાઓએ પ્રાર્થના ગીત દ્વારા કરેલ. સેમીનારને સફળ બનાવવા જીલ્લા સંઘના એકઝી. ઓફીસર શ્રી પરેશભાઇ ફેફર, નવજીવન ટ્રસ્ટ, લોધીકાના સીસ્ટર ટેસી, સીસ્ટર દિપાએ જહેમત ઉઠાવેલ હતી. સેમીનારનું સંચાલન મહીલા સી. ઇ. આઇ. શ્રી એમ. એમ. ભાગીયા તથા શ્રી બાબુભાઇએ કરેલ. આ સેમીનારની અંતમાં આભારવિધી સી. ઇ. આઇ. શ્રી એ. જે. ઘેટીયાએ કરેલ. આ જીલ્લા કક્ષાના સેમીનારમાં રપ૦ બહેનો હાજર રહેલ હતાં.

(12:12 pm IST)