Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

આચાર સંહિતા આવી પડતા બજેટ મંજુર ન થયુ હોય તેવી પંચાયતો માટે આફતઃ સુપરસીડની જોગવાઇ

રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ કારોબારી અને સામાન્ય સભામાં મંજુર થઇ ગયુ છે, નોંધ મોકલવા બાબતે બે મતઃ બજેટ પ્રક્રિયા પુરી ન કરી હોય તેવી તાલુકા-જિલ્લા પંચાયતને સુપરસીડ કરવા પૃથ્વીસિંહ જાડેજાની માંગણી

રાજકોટ, તા. ૧ર : લોકસભાની ચૂંટણી જાહેર થઇ જતા રાજયની કેટલીક તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બજેટ પ્રક્રિયા અધુરી રહી ગયાની વાતો બહાર આવી રહી છે. જો નવા નાણાકીય વર્ષનું બજેટ ૧પ ફેબ્રુઆરી પહેલા રજુ ન થાય અને તા. ૧પ ફેબ્રુઆરી પહેલા રજુ ન થાય અને તા. ૩૧ માર્ચ સુધીમાં સામાન્ય સભામાં મંજુર ન થાય તો સુપરસીડનો રસ્તો ખૂલી શકે તેવી કાયદાકીય જોગવાઇ છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં કારોબારી અને સામાન્ય સભામાં સમયસર બજેટ મંજુર થઇ ગયું છે. વિકાસ કમિશનરને કાર્યવાહીની નોંધ મોકલાઇ ગઇ છે. જો નોંધ સાથે બજેટની નકલ ન મોકલાઇ હોય તો મુદ્દો થઇ શકે તેમ જાણકારોનું કહેવું છે. આ બાબતે વિભિન્ન મત છે.

લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડવાની હોવાથી મોટાભાગની તાલુકા-જિલ્લા પંચાયતોએ ફેબ્રુઆરીમાં જ બજેટ રજુ કરી દીધા હતા. જે પંચાયતોને આચારસંહિતા લાગુ પડતા પૂર્વ બજેટ પ્રક્રિયા પૂરી નથી થઇ તેને મુશ્કેલી પડશે. સમગ્ર મામલો વિકાસ કમિશનર પાસે પહોંચે તો તેની ભૂમિકા મહત્વની બની જશે. હાલ આચારસંહિતા અમલમાં હોવાથી કારોબારી કે સામાન્ય સભા મળી શકે નહિ. ૩૧ માર્ચ સુધીમાં બજેટ મંજુર ન થાય તો જે તે તાલુકા-જિલ્લા પંચાયત સુપરસીડ થઇ શકે છે.

રાજકોટના જુના અને જાણીતા અગ્રણી પૃથ્વીસિંહ જાડેજાએ જે તાલુકા જિલ્લા પંચાયતમાં બજેટ પ્રક્રિયા પૂરી ન થઇ હોય તેને નિયમ મુજબ સુપરસીડ કરવા માંગણી કરી છે.

(11:46 am IST)