Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ઈન્ડોર સ્ટેડિયમના છ માસિક મેમ્બરશીપ માટે નવા ફોર્મ વિતરણ કાર્ય શરૂ

રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત અને સરગમ કલબ સંચાલિત

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અને સરગમ કલબ સંચાલિત ઈન્ડોર સ્ટેડિયમમાં ચાલતી રમત ગમતની પ્રવૃતિમાં જોડાવવા માંગતા લોકોએ છ માસિક મેમ્બરશીપ માટે નવા ફોર્મ ભરી દેવા તેમજ જૂના સભ્યોએ પોતાની મેમ્બરશીપ તા.૧૫ થી ૨૩ સુધીમાં રેન્યુ કરાવી લેવા સરગમ કલબ દ્વારા અનુરોધ કરાયો છે.

આ ઉપરાંત ઈન્ડોર સ્ટેડિયમમાં જોડાવવા માંગતા નવા સભ્યોએ તા.૨૬ને સોમવારથી બેડમિન્ટન સહિતના અન્ય વિભાગના ફોર્મ સવારે ૯ વાગ્યાથી સ્વીકારવાનું શરૂ થશે. જે વ્યકિત હાજર હશે તેને સ્થળ પર જ પ્રવેશ આપી દેવામાં આવશે. બેડમિન્ટન વિભાગમાં શિખાઉ બેચનો સમય સવારે ૯ થી ૯:૪૫ અને ૯:૪૫ થી ૧૦:૩૦નો રહેશે. ઈન્ડોર સ્ટેડિયમના વિવિધ વિભાગોમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જીમ, જુડો, ટેકવોન્ડો, ચેસ, કેરમ વગેરે રમતો તો રેગ્યુલર ચાલે જ છે. તેમજ લેડીઝ હેલ્થ કલબમાં પણ પ્રવેશ કાર્યવાહી ચાલુ છે.

વધુ માહિતી કાર્યાલયનો સવારના ૯ થી ૧૨ સાંજે ૫ થી ૮ ફોન નંબર - ૦૨૮૧ ૨૪૭૭૫૫૫ ઉપર અથવા રૂબરૂ મેનેજર પ્રફુલભાઈ સંઘાણીનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયુ છે. સમગ્ર વ્યવસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, જયેશભાઈ વસા, કૌશિકભાઈ સોલંકી, જયદીપસિંહ જાડેજા સહિતના સંભાળી રહ્યા છે.

(3:59 pm IST)