Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ટ્રાફીક સમસ્યાનો વિધાનસભામાં પડઘો પાડતા ગોવિંદભાઇ પટેલ

રાજકોટ, તા., ૧૨: વિધાનસભામાં ટ્રાફીક ઉપદ્રવ અને નિવારણ અંગેનું એક ખાનગી બીલ ગોવિંદભાઇ પટેલે વિધાનસભામાં રજુ કરીને સમગ્ર રાજયની ટ્રાફીક સમસ્યાનો પડઘો પાડયો હતો. તેઓએ જણાવ્યું હતું કે વ્યકિતની રાજયની કે રાષ્ટ્રની સમૃધ્ધિ વધે એટલે સૌથી વધુ વાહનો વધે અને આ વધતા જતા વાહનો પાર્કીગની અવ્યવસ્થા અને અકસ્માતોના બનાવ બને છે. જેમાં અનેક નિર્દોષ લોકોના પણ પ્રાણ જાય છે.

આ અંગે સરકારે કાયદાનો અસરકારક રીતે અમલ કરીને સમસ્યા નિવારવી જોઇએ. જે પ્રકારે વિદેશમાં ટ્રાફીક નિયમનો ભંગ કરનાર સામે જે પ્રકારે કામ ચલાવવામાં આવે છે તેમ કામ ચલાવાય તો ઘણી મસ્યાઓ ઘટી શકે. લાયસન્સ સસ્પેન્ડ કરવા અમુક વર્ષ સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવા અમુક વર્ષ સુધી લાયસન્સ ન આપવા દંડની રકમ વધુ લેવી તેમ કરવામાં આવે તેમજ કોમર્શીયલ બનતા મકાનોમાં પુરતી પાર્કીગની વ્યવસ્થા ફરજીયાત રાખવી જેવા નિયંત્રણોનો અમલ થાય તો અનેક જાનમાલ બચે અને અકસ્માતનું પ્રમાણ ઘટે. આ ખાનગી બીલના જવાબમાં  રાજયના ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ સરકાર આ બાબતમાં અસરકારક પગલા લેશે કાયદો પ્રયાપ્ત છે અને બીલની લાગણી સાથે સમત થતા અને વિનંતી કરતા બીલ પાછુ ખેચેલ. આમ ટ્રાફીકની સમસ્યા અંગે વિધાનસભામાં ૩પ મીનીટની ચર્ચા થયેલ હતી.

(3:56 pm IST)