Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

આંખો બંધ છતા મનચક્ષુથી પરીક્ષા આપતા ૧૩ વિદ્યાર્થીઓ

રાજકોટ તા.૧૨: ''મન હોય તો માળવે જવાય'' ઉકિત ચરિતાર્થ થતી હોય તેમ આજથી શરૂ થયેલ ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓમાં રાજકોટના વી.ડી.પારેખ અંધ મહિલાવિકાસ ગૃહના અનુક્રમે પાંચ અને આઠ ચક્ષુહિન બહેનો પોતાનાં કૌશલ્યનું પ્રદર્શન કરશે.

આંખો બંધ છતાં મનઃ ચક્ષુથી અન્ય ઇન્દ્રિયોનો સહયોગ મેળવીને પોતાની બુદ્ધિબળને આધારે પરીક્ષાનું શ્રેષ્ઠ પરિણામ મેળવવા મથતાં આ બહેનોએ બ્રેલ લીપીના પુસ્તકો, શ્રાવ્ય સાહિત્ય સામગ્રી તૈયાર કરી આપતાં કેટલાંક ઇલેકટ્રોનિક સાધનો અને માનવ વાચકોની મદદથી પોતાની જાતને તજજ કરી છે.

ધો.૧૦માં અમિશા દિલિપભાઇ ડાંગોદરા, ઇલા કરશનભાઇ ઘેડીયા, ભારતીય વ્રજશીભાઇ મારૂ, મીરાં રમેશભાઇ મારડીયા, મહેઝબીન હનિફભાઇ કારેટ તેમજ ધો.૧૨માં દક્ષા હમિરભાઇ કાંબરિયા, ડોલી છગનભાઇ ચાવડા, હેતલ સુરેશભાઇ ગોેહેલ, રાજુલ કાનજીભાઇ રાઠોડ, ગોપી મહેન્દ્રભાઇ સતીકુંવર, ઉર્વિશા આનસંગભાઇ શિંગાળા, ઇલાસા જીવરાજભાઇ પરમાર, મીરાલી મહેન્દ્રભાઇ રામાવત પરીક્ષા આપી રહ્યા હોય વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ દ્વારા તેઓને આશીર્વાદ સહ શુભેચ્છા પાઠવાઇ હતી.

(3:51 pm IST)