Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

પોલીયો કાર્યક્રમમાં લોલંલોલ : તડકામાં કર્મચારીઓ શેકાયા : કોંગ્રેસ

રાજકોટ : શહેરના વિવિધ વિસ્તારમાં બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અનેક સ્થળે મંડપ-ખુરશી-બાલ્કનીની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી ખુલ્લા તડકામાં બાળકોને રસી પીવડાવામાં આવી હોવાનું વોર્ડ નં. ૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે આક્ષેપ કર્યો છે. આ અંગે જાગૃતિબેન ડાંગરે મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીને પત્ર પાઠવી પોલીયો કાર્યક્રમમાં અવ્યવસ્થા સર્જાતા જવાબદાર અધિકારી સામે પગલા લેવા માંગ કરી છે.

(3:50 pm IST)