Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

અલગ ફૂડ ઝોન બનાવી દીધો તો પણ

જામનગર રોડ ઉપર ફરી જાહેર રસ્તા ઉપર રેંકડીના થપ્પા : રેકડી - કેબીનધારકોના નહિં જવાબદારોના કાન પકડો

તંત્રી શ્રી,

રાજકોટની બહાર જામનગર તરફ જવાના રસ્તે સાંઢીયા પુલ ઉતર્યા પછી એરપોર્ટથી આગળ જામનગર તરફ જતા રસ્તે ફૂડ ઝોન બનાવાયો છે. રસ્તા પરથી વર્ષોથી આડેધડ ખડકાયેલ અને શહેરની કુરૂપતા વધારતી આ સમસ્યા કોર્પોરેશને ખાસ ફૂડ ઝોનની જગ્યા ફાળવી હલ કરેલ. ફરી છેલ્લા થોડા દિવસોથી એરપોર્ટ પછીના તુરત આવતા જામનગર રોડ ઉપર ઢગલાબંધ રેકડીઓ ખડકાઈ ગઈ છે. શહેરમાં નિર્દોર્ષોની રેકડીઓ - કેબીનોના ઉપાડી પ્રસિદ્ધિના ઢોલ પીટી રહેલ તંત્રવાહકો - જવાબદારોને આ મીઠી નજર હેઠળ ફરી ખડકાઈ ગયેલ અડચણો નજરે નહિં પડતી હોય? વાસ્તવમાં રેકડી - કેબીન ધારકોને ત્રાસ આપવાને બદલે આ તંત્રવાહકો - જવાબદારો સામે આકરા પગલા ભરવાનો સમય આવી ગયો છે.

લી. રાજકોટના વ્યકિત - નાગરીકો

(3:42 pm IST)