Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

કોટક સ્કુલમાં છાત્રોનું તિલક, ચોખા, ફુલથી સ્વાગત

 રાજકોટ : કોટક કન્યા વિનય મંદિરમાં આજથી શરૂ થયેલ બોર્ડની પરીક્ષાના કેન્દ્ર ઉપર શાળાના પ્રિન્સીપાલ તથા પરીક્ષાના પ્રથમ યુનિટના સ્થળ સંચાલક શ્રી ડો. માલાબેન કુંડલીયાએ તથા દ્વિતીય યુનિટના સ્થળ સંચાલક શ્રી વિનોદભાઈ સોંડીગરાએ તથા અન્ય શિક્ષકો શ્રી અલકનંદાબેન ગોસ્વામી તથા મનીષાબેન પરમારે પરીક્ષાર્થીઓને માં સરસ્વતીની વંદના સાથે કુમકુમ તિલક, ચોખા તથા ગુલાબનું ફુલ આપીને સાકરથી મીઠું મોઢું કરાવીને આવકાર્યા હતા.

(3:26 pm IST)